જાણો કેટલી સંપત્તિના માલિક છે યોગી આદિત્યનાથ…, ફોટાઓ જોઈ ને ચોકી જશો….

જાણો કેટલી સંપત્તિના માલિક છે યોગી આદિત્યનાથ…, ફોટાઓ જોઈ ને ચોકી જશો….

સતત બીજીવખત યૂપીના સીએમની રેસમાં જીતવા માટે મેદાને ઉતરેલા યોગી આદિત્યનાથ ગોરખપુરના ગોરક્ષપીઠના મહંત છે. યુવા અવસ્થામાં જ તેમણે સંન્યાસ લઈ ગોરક્ષપીઠ પહોંચી યોગી આદિત્યનાથ સંતો જેવો જીવન જીવે છે. પરંતુ ગોરક્ષપીઠના મહંત હોવાની સાથે તે એક રાજનેતા પણ છે અને તેની વ્યક્તિગત સંપત્તિ પણ છે. તેમની સંપત્તિનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી. તેમણે સૌથી પહેલા લોકસભા અને ત્યારબાદ 2017માં વિધાન પરિષદની ચુંટણી લડી હતી.

2017માં યોગી આદિત્યનાથે યૂપીના મુખ્યમંત્રી બન્યા બાદ ગોરખપુર સીટથી પોતાની લોકસભા સદસ્યતાથી રાજીનામું આપ્યું હતું અને વિધાન પરિષદની ચુંટણી લડી હતી. આ ચુંટણીમાં નામાંકન દરમિયાન તેણે રિટર્નિંગ ઓફિસરને જે સોગંધનામું આપ્યું હતું તે અનુસાર તેની કુલ સંપત્તિ 95 લાખ 98 હજાર રૂપિયાથી વધુ હતી.

આ વિગત અનુસાર યોગી આદિત્યનાથ પાસે સોનાના 20 ગ્રામના કાનના કુંડળ જેની કિંમત 49 હજાર રૂપિયા છે. આદિત્યનાથ નાથ સંપ્રદાયની પ્રથા અનુસાર ભગવા વસ્ત્ર પહેરે છે અને કુંડળ ધારણ કરે છે. આ ઉપરાંત તેની પાસે 10 ગ્રામની 26 હજારની ગોલ્ડ ચેન છે.

5 વખત ગોરખપુરના સાંસદ રહેલા યોગી પાસે એક લાખની રિવોલ્વર અને 80 હજારની રાઈફલ છે. યોગીએ એક એફિડેવિટમાં કહ્યું હતું કે લોકસભા સાંસદ તરીકે જે વેતન અને ભથ્થું મળે છે તે એકમાત્ર તેની આવકનો સ્ત્રોત છે.

2014માં યોગીએ ગોરખપુર સીટથી લોકસભાની ચુંટણી લડી હતી. ત્યારે તેની સંપત્તિ 72 લાખ 17 હજાર રૂપિયાથી વધુ હતી. પરંતુ લોકસભાની ચુંટણીથી લઈ 2017ના વિધાન પરિષદની ચુંટણી સુધી યૂપીના સીએમની સંપત્તિ 23 લાખ 80 હજાર વધી. એટલે કે યોગીની આવક 3 વર્ષમાં અંદાજે 32 ટકા વધી હતી.

યોગી આદિત્યનાથને કારનો પણ શોખ છે. 2014માં તેની પાસે 3 લાખની જૂની ટાટા સફારી, 21 લાખની ટોયોટા ફોર્ચ્યુનર અને 12 લાખની ઈનોવા હતી. 2009માં તેમની પાસે નવી સફારી અને ફોર્ડ આઈકોન હતી. 2004માં યોગી પાસે એક ક્વાલિસ, એક ટાટા સફારી અને એક મારુતિ એસ્ટિમ કાર હતી.

હવે 2022માં ફરી એવાક યોગી આદિત્યનાથની વર્તમાન સંપત્તિનો ખુલાસો થઈ શકે છે. યોગી જો આ વખતે ચુંટણી લડે તો તેઓ રિટર્નિંગ ઓફિસરને પોતાના નવા એફિડેવિટ આપશે જેમાં સંપત્તિ વિશે ખુલાસો કરશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM