એક સમયે 5000 રૂપિયા પણ સુનિલ ભારતી મિત્તલ પાસે નહોતા.., ખુબ મહેનત અને સંઘર્ષ કરીને ઊભી કરી એરટેલ કંપની

જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે તેના માટે મહેનત કરવી પડે છે. સફળ થવા માટે તમારે રડવું પણ પડે છે પરંતુ હાર માન્યા વિના ફરીથી પ્રયત્ન કરવો પડે છે. તમામ નિરાશાઓ પછી જેને તમે સફળ થાવ છો ત્યારે તેની મજા પણ અલગ હોય છે. સફળતાનો રસ્તો થોડા દિવસોમાં પૂરો થતો નથી તેના માટે વર્ષો ની રાહ જોવી પડે છે.
કહેવાય છે કે જે વ્યક્તિ વારંવાર નિરાશા મળ્યા પછી પણ સતત પ્રયાસ કરતો રહે તેને સફળતા જરૂર થી મળે છે. સફળ થવા માટે વ્યક્તિએ પોતાની જાત સાથે પણ લડાઈ કરવી પડે છે. કારણ કે વારંવાર નિષ્ફળતા મળવાથી માણસ નિરાશ પણ થઈ જાય છે. પરંતુ નિરાશાને આશામાં બદલીને સતત પ્રયત્ન કરવાથી વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચે છે.
આજે તમને આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કે સુનિલ ભારતી મિત્તલ વિશે જણાવીએ. જેણે પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો, દરેક પરિસ્થિતિ સામે લડાઇ લડી અને હવે સફળ થયા છે. આજે તેમની પાસે અરબોની કિંમત ની કંપની છે.
ઘણા લોકો એવા હશે જે સુનિલ ભારતી મિત્તલ ના નામથી પરિચિત ન હોય. સુનિલ ભારતી મિત્તલ સંચાર ક્ષેત્રનું જાણીતું નામ છે. સુનિલ ભારતી મિત્તલ airtel કંપનીના માલિક છે. Airtel કંપની ને તો દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે.
એક સમય એવો હતો જ્યારે માર્કેટમાં નવી આવેલી મોબાઇલ નેટવર્ક કંપની માટે સૌથી પહેલો ટાર્ગેટ ટોપ પર બેઠેલી airtel કંપની હતી. એક સમય હતો જ્યારે મોબાઇલ સેવા આપતી દરેક કંપની એરટેલ થી આગળ નીકળવા નો પ્રયત્ન કરતી પરંતુ એટલે પાછળ છોડવું કોઈ માટે શક્ય ન બન્યું. Airtel કંપની એનો વ્યાપ એટલો વધારે લીધો હતો કે અન્ય કોઈ કંપની માટે તેને પાછળ છોડવી શક્ય ન હતી. આજના સમયમાં પણ દેશના બીજા સૌથી મોટા મોબાઇલ નેટવર્ક ની વાત કરીએ તો તે એરટેલ જ છે.
એરટેલનો માલિક સુનિલ ભારતી મિત્તલ દેશના મોટા ઉદ્યોગપતિઓ માં આવે છે. ભારતમાં જ નહીં પરંતુ એરટેલ કંપની વિદેશમાં પણ મોબાઈલ સર્વિસ આપે છે. સુનિલ ભારતી મિત્તલ પાસે આજના સમયમાં ધન સંપત્તિની કોઈ ખામી નથી. પરંતુ જીવનમાં આટલી સફળતા પ્રાપ્ત કરવા માટે તેણે ખૂબ મહેનત કરી.
સુનિલ ભારતી મિત્તલ નો જન્મ 23 ઓક્ટોબર 1957ના રોજ પંજાબના લુધિયાણા માં થયો હતો. સુનિલ ભારતી મિત્તલ ના પિતાનું નામ સતપાલ મિતલ હતું. જે પંજાબના પ્રસિદ્ધ રાજનેતા અને બે વાર સાંસદ પણ રહી ચૂક્યા હતા સુનિલ ભારતી મિત્તલ એક સારા પરિવારમાંથી આવતા હતા તેથી જો તેની ઈચ્છા હોત તો તે આરામથી જીવન પસાર કરી શક્યા હોત. પરંતુ તેણે આમ કરવાને બદલે તનતોડ મહેનત કરવાનું નક્કી કર્યું.
સુનિલ ભારતી મિત્તલ મસુરી માંથી પોતાનો શરૂઆતનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તે ગ્વાલિયર સ્કૂલમાં આગળના અભ્યાસ માટે ગયા. ૧૯૭૬માં પંજાબ યુનિવર્સિટી માં થી તેણે ગ્રેજ્યુએશન કર્યું. તેમનું માનવું છે કે તેમને મોટી શાળા અને સ્કૂલમાંથી અભ્યાસ કર્યો પરંતુ સફળતાનો રસ્તો તો તેણે હકીકતમાં જ શીખ્યો..
સુનિલ ભારતી મિત્તલ ના પિતા રાજનીતિની વિરાસત છોડી ગયા હતા પરંતુ સુનિલને ઉદ્યોગ સ્થાપિત કરવો હતો. શરૂઆતમાં તે લુધિયાણામાં સાયકલ અને અન્ય સ્પેરપાર્ટ બનવવાનું કામ કરતા હતા. ત્યાર પછી તેને બિઝનેસમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.
સુનિલ ભારતી મિત્તલ સાઇકલના બિઝનેસ શરૂ કરવા માટે તેના પિતા પાસેથી ૨૦ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જ્યારે તેઓ આ બિઝનેસમાં આવ્યા તો હીરો સાયકલના માલિક અને સંસ્થાપક બૃજમોહન લાલ સાથે તેમના સંબંધ શરુ થયા. તેઓ મોટા પરિવારમાંથી આવતા હતા છતાં પણ તેમણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો.
સુનિલ ભારતી મિત્તલ ના જીવનમાં એક સમય એવો આવ્યો કે જે જ્યારે તેની પાસે પાંચ હજાર રૂપિયા પણ ન હતા. 5000 ની વ્યવસ્થા કરવામાં પણ તેને ખૂબ જ સમસ્યા થઈ. પણ તેણે હાર ન માની. એક કાર્યક્રમ દરમિયાન સુનિલ મિત્તલે જણાવ્યું હતું એક એવો સમય પણ હતો કે લોકો પૈસાની લેતી-દેતી રોકડમાં જ કરતાં ચેકનું ત્યારે ચલણ નહોતું કારણ કે લોકોને ચેક દ્વારા છેતરપિંડી થશે તેવી બીક હતી.
તેવામાં તેઓ હીરો સાયકલના માલિક પાસે પહોંચ્યા અને ૫,૦૦૦ રૂપિયા ઉધાર માંગ્યા. તેમણે તુરંત જ પાંચ હજારનો ચેક આપ્યો. ચેક લઈને ત્યાંથી જતા રહ્યા ત્યારે બૃજમોહન લાલે તેમને રોકીને કહ્યું કે આ વાત ની આદત ન પાડ.
સુનિલ ભારતી મિત્તલ નો સાયકલ નો વ્યવસાય બરાબર ચાલી રહ્યો હતો પરંતુ તે કંઈક મોટું કરવા ઇચ્છતા હતા. તેમને એ વાતની પણ ખબર હતી કે તે આ બિઝનેસમાં ગમે તેટલી મહેનત કરશે પરંતુ મોટું કોઈ કરી નહીં શકે.
ત્યાર પછી તે લુધિયાણા છોડીને મુંબઈ આવી ગયા અને 1982 સુધીમાં તેના ભાઈ સાથે મળીને તેમણે પોર્ટેબલ જનરેટર વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું બરાબર હતું પરંતુ અચાનક ભારત સરકારે જનરેટર ની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો અને ભારતીય કંપનીઓને સ્થાનિક સ્તર પર જનરેટર બનાવવા માટે લાયસન્સ આપ્યું.
સુનિલ મિત્તલે પોતાના સાઈકલ નો બિઝનેસ વેચીને રાકેશ અને રાજન મિત્તલ સાથે ભારતીય ઓવરસીઝ ટ્રેડિંગ શરૂ કરી. આ બિઝનેસમાં પણ તેને નિરાશા હાથ લાગી. પરંતુ તેણે હાર ન માની. તે એવું કરવા ઇચ્છતા હતા કે જે ભારતમાં ક્યારેય કોઈએ કહ્યું ન હોય..
૧૯૮૬માં તેમણે push button phone ઈમ્પોર્ટ કર્યો. તેમણે તાઇવાન થી ઈમ્પોર્ટ કરીને ભારતમાં બીટેલ બ્રાન્ડના ફોનની શરૂઆત કરી. 1990 સુધીમાં તેમણે ફોનની સાથે સાથે ફેક્સ મશીન દૂરસંચાર ઉપકરણ બનાવવાનું પણ કામ શરૂ કર્યું.
૧૯૯૨માં ભારત સરકારે પહેલીવાર મોબાઇલ સેવા માટે લાઈસન્સ આપવાની શરૂઆત કરી. આ વાતનો લાભ લઈને સુનીલે ફ્રેન્ચ કંપની સાથે મળીને દિલ્હી અને તેના આસપાસના વિસ્તારો માટે સેલ્યુલર લાઇસન્સ પ્રાપ્ત કર્યું. તેને આ કામ માટે ભારતીય સેલ્યુલર લિમિટેડ ની શરૂઆત કરી. જેમાંથી 1995માં એરટેલ બ્રાન્ડ નો જન્મ થયો.
એરટેલ કંપનીની શરૂઆત શાનદાર રહી અને 20,000 થી 2 લાખ અને હવે 20 કરોડ યુઝર્સ આ કંપની ટોચ પર આવી ગઈ. જેમા કંપની સફળ થતી રહી તે અન્ય કંપનીઓએ પણ તેની સાથે હાથ મિલાવ્યો. 1999માં કર્ણાટક અને આંધ્ર પ્રદેશની જેટી હોલ્ડિંગ્સ, 2000ની સાલમાં ચેન્નઈની કમ્યુનિકેશન અને 2001માં સ્પાઇસ સેલ નું અધિગ્રહણ કર્યું.
વર્ષ 2008 સુધીમાં ભારતમાં એરટેલના છ કરોડ કસ્ટમર હતા. આ કંપનીનું વેલ્યુએશન ચાલીસ બિલિયન ડોલરે પહોંચી ગયું હતું. ટોપ ટેલિફોન કંપની એરટેલ બની ચૂકી હતી. આ કંપનીની શરૂઆત સાડા ચાર લાખ રૂપિયાથી થઈ હતી પરંતુ આજે ૩૫ કરોડથી વધુ ઉપભોક્તા આ કંપની સાથે જોડાયેલા છે. સુનિલ ભારતી મિત્તલ ફોર્બ્સની યાદીમાં નામ ધરાવે છે. 11.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના તે છઠ્ઠા અમીર વ્યક્તિ છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.