ટ્રેન ના પાટા પર પથ્થરો કેમ માટે હોય છે??, ટ્રેનના પાટા પર કેમ ડામર કે સિમેન્ટના રોડ કેમ નથી બનાવતા??

ટ્રેન ના પાટા પર પથ્થરો કેમ માટે હોય છે??, ટ્રેનના પાટા પર કેમ ડામર કે સિમેન્ટના રોડ કેમ નથી બનાવતા??

રેલવે ટ્રેક પર એવી ઘણી વસ્તુઓ હોય છે, જેને આપણે જોતા હોવ છતાં અવગણના કરીએ છીએ. આવી જ એક વસ્તુ રેલવે ટ્રેક પર રહેલા પથ્થરો છે. જેને બધા જ લોકોએ જોયા તો હશે પંરતુ તેની પાછળનું કારણ જાણતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે રેલવે ટ્રેક પર નાખવામાં આવેલા પથ્થરો ખડકોના બનેલા હોય છે. આ સિવાય અમુક પથ્થરો રેતી અથવા ઇંટના ટુકડાઓ દ્વારા બનાવવામાં આવેલા હોય છે. જેના પર ચાલવું એકદમ મુશ્કેલ બની જાય છે.

રેલવે ટ્રેક પર રહેલા પત્થરો રાખવા પાછળનું કારણ એ છે કે તેના પર મૂકવામાં આવેલ લાકડા તેની સાથે મજબૂતાઇ થી જોડાયેલ હોય છે. શરૂઆતમાં લાકડા અને પાટિયાની મદદથી રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો હતો. જોકે હાલના સમયમાં સિમેન્ટ ના બિંબ બનાવવામાં આવ્યા હોય છે. જેને સ્લીપર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રેલવે ટ્રેક પર પથ્થરો ના અમુક અંતરે લંબચોરસ સિમેન્ટના બિંબ ભરવામાં આવેલ હોય છે. જેના લીધે ટ્રેન અને પાટા સાથે ઘર્ષણ થતું નથી અને ટ્રેન યોગ્ય દિશામાં સરખી રીતે ચાલે છે. આ પથ્થરો એકદમ સખત હોય છે, જેના લીધે ટ્રેનનું સંતુલન બગડી શકતું નથી.

જ્યારે ટ્રેન પાટા પર દોડતી હોય છે ત્યારે ટ્રેન અમે પાટા વચ્ચે કંપન શરુ થાય છે. જેના લીધે ટ્રેનનું સંતુલન ખરાબ થાય છે. જોકે જ્યારે આ પથ્થર મૂકવામાં આવ્યા હોય છે, ત્યારે આવું થતું નથી અને ટ્રેન ચાલવામાં કોઈ મુશ્કેલીઓ નડતી નથી અને ટ્રેનનું વજન પણ પાટા ખમી શકે છે.

આ સાથે ટ્રેનના પાટા પર પથ્થરો નાખવા પાછળનું કારણ એ પણ છે કે જ્યારે ટ્રેન ચાલે છે ત્યારે એક પ્રકારનું ઘર્ષણ પેદા થાય છે. જોકે જ્યારે પથ્થર હોય છે ત્યારે ઘર્ષણ માં ઘટાડો થાય છે. આ સાથે જ્યારે વરસાદ આવે છે ત્યારે પથ્થરને લીધે કાદવ કીચડ પણ જમા થતો નથી. વધારામાં ત્યાં કોઈ ઝાડ અને છોડ ઉગતા નથી. જેના લીધે ટ્રેનનો માર્ગ એકદમ સાફ રહે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM