મૃત્યુ પછી કેમ કરાવવામાં આવે છે 13 બ્રાહ્મણો ને ભોજન..??, મૃતક વ્યક્તિ માટે પણ પરોસવામાં આવે છે થાળી, જાણો…

મૃત્યુ પછી કેમ કરાવવામાં આવે છે 13 બ્રાહ્મણો ને ભોજન..??, મૃતક વ્યક્તિ માટે પણ પરોસવામાં આવે છે થાળી, જાણો…

મૃત્યુ પછી જીવન છે કે નહીં તેને લઈને વિવિધ ધારણાઓ કરવામાં આવે છે. મૃત્યુ પછી આત્મા નું શું થાય છે? તે ક્યારેય પરલોક જાય છે? કેવી રીતે જાય છે? આ બધા સવાલ લોકોના મનમાં હંમેશા આવતા હોય છે. જોકે ગરુડ પુરાણમાં આ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે. જે પ્રમાણે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની પાછળ ઘણી વિધિઓ કરવામાં આવે છે. જો આ બધી વિધિઓ કરવામાં ન આવે તો મૃત્યુ પામેલ વ્યક્તિ ની આત્મા ઘણા દિવસો સુધી ભટકતી રહે છે અને તેને શાંતિ મળતી નથી.

તમે ધ્યાન આપ્યું હોય તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે ત્યારે તેની પાછળ ઘણા પ્રકારનાં સંસ્કાર કરવામાં આવે છે. જેમાં તેરમાના દિવસે બ્રાહ્મણ લોકોને ભોજન કરવાનું પણ સામેલ છે. તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પર 13 બ્રાહ્મણોને જે કેમ ભોજન કરવામાં આવે છે. જો તમને આ વિશે ખબર નથી તો આ લેખમાં અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું.

આ કારણે કરવા માં આવે છે પીંડ દાન : ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તેર દિવસ સુધી પોતાના ઘરમાં આમતેમ ફરતી રહે છે. હકીકતમાં આ દરમિયાન આત્મા પાસે એટલી શક્તિ હોતી નથી કે તે એકલી યમલોક સુધી જઈ શકે. જેના લીધે દસ દિવસ સુધી પિંડદાન કરીને આત્માને શક્તિ પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પણ શક્તિ આવે છે તેનાથી તે એકલી યમલોકમાં પહોંચે છે.

દસ દિવસ પછી આગામી ત્રણ દિવસમાં આત્મા ખૂબ જ સૂક્ષ્મ આકાર ધારણ કરે છે અને ત્યારબાદ તેનામાં યમલોક જવાની તાકાત આવી જાય છે અને તે પોતાની સફળ પર નીકળી પડે છે. બસ આ જ કારણ છે કે મૃત્યુના તેર દિવસ પછી તેરમા નું આયોજન કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિને પિંડદાન ન કરે તો યમદૂત સ્વયં આવીને આત્માને યમલોક લઈ જાય છે. જોકે આ દરમિયાન આત્માને ઘણા દુઃખોનો સામનો કરવો પડે છે. તેથી આત્માની મુશ્કેલીઓ વિના યાત્રા સફળ થાય એ માટે વિવિધ પ્રકારનાં સંસ્કાર કરવામાં આવે છે.

૧૩ બ્રાહ્મણો ને કેમ કરાવવા માં આવે છે ભોજન : જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના તેરમા દિવસે 13 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. આવું કરવાથી આત્માને શાંતિ મળે છે. હકીકતમાં આત્મા તેર દિવસ સુધી ઘરમાં રહેતી હોવાને કારણે તેર બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે છે.

મૃતક માટે પણ લગાવવા માં આવે છે થાળી : વળી વ્યક્તિના મૃત્યુ પછી પણ આગામી 13 દિવસ સુધી તેની અલગ થાળી પીરસવામાં આવે છે. આ કાર્ય કરીને મૃત વ્યક્તિને સન્માન આપવામાં આવે છે. આ સાથે તેની સાથે અન્ય સદસ્યો ની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM