માતાજી મોગલ દરેક લોકોની મનોકામના કેમ પૂરી કરે છે? તેને લઈને મણીધર બાપુએ કહી દીધી મોટી વાત…

માતાજી મોગલ દરેક લોકોની મનોકામના કેમ પૂરી કરે છે? તેને લઈને મણીધર બાપુએ કહી દીધી મોટી વાત…

હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાતની ભૂમિ પ્રખ્યાત રહી છે. ગુજરાતી લોકો દેવી-દેવતાઓને માનનારા છે. કોઈપણ શુભ કાર્ય ની શરૂઆત પહેલા અહીંના લોકો માતાજીની પૂજા અર્ચના કરીને શુભ કાર્યનો પ્રારંભ કરતા હોય છે. આવી જ રીતે ગુજરાતના કચ્છના કાબરાઉમાં માં મોગલ નું પવિત્ર ધામ આવેલ છે.

લાખો લોકોની ભીડ અહીં કાયમ માટે રહેતી હોય છે. આજ સુધી હજારો પરચા પૂરીને મા મોગલ ને ભક્તોની મનોકામના પૂરી કરી છે. આજે અમે તમને કાબરાઉ માં આવેલા મા મોગલ ના ઘામની વિગતવાર વાત કરીશું. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે. માનેલી માનતા પૂરી કરવા માટે ભક્તો

અહીં આવીને મણીધર બાપુને પોતાની માનતા વિશે જણાવે છે અને બાપુ ભક્ત ને માતાએ માનતા સ્વીકારી હોવાનું જણાવે છે. ખાસ વાત તો એ છે કે અહીં ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે માતાને અર્પણ કરવા જે વસ્તુ કે પૈસા લાવે છે તે ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે પરત કરી દેવામાં આવે છે. અહીં રહેલ મણિધર બાપુ

ની વાત કરીએ તો મણીધર બાપુ ભક્તોને જણાવતા કહે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો મોગલ બધા કામ પૂરા કરે છે અને માનેલી માનતા પૂરી કરવા આવેલ ભક્તો પણ જણાવે છે કે માતા સો ટકા કામ પૂરા કરે છે અહીં આવતા ભક્તો માતાની આસ્થા માં જોડાઈ જાય છે અને માનેલી માનતા જરૂરથી પૂરી થાય છે

તેવું જણાવે છે મણિધર બાપુ પણ કહે છે કે ક્યારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં મોટાભાગના લોકો ભગવાનના નામે લોકો પાસે પૈસા લઈને ધંધો શરૂ કરે છે પરંતુ જે જગ્યાએ પૈસા ન લેવાતા હોય તે જગ્યાએ જ સાચા ભક્તો હોય છે ભગવાન આખી દુનિયાને આપે છે. ભગવાનને પૈસા નથી જોતા પરંતુ તેને

ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ છે. મિત્રો કહેવાય છે કે જો માનો તો દિલમાં જમા મોગલ વસે છે.મંદિરમાં આવવાની પણ જરૂર નથી મનની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કામ કરો તો માતા મોગલ આશીર્વાદ આપે છે અને પરચા સ્વરૂપ ધારેલા કામ પૂર્ણ કરે છે. આટલું જ નહીં પરંતુ

ખાસ વાત તો એ છે કે લાખો ભક્તો અહીં દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે. પોતાના દ્વારે આવેલ ભક્તોને મા મોગલ ક્યારે નિરાશ કરતી નથી. આજ સુધી ઘણા ભક્તોના માતા મોગલે ધારેલા

કામ સફળ કરાવ્યા છે. અહીં રહેલ મણિધર બાપુ વધારે જણાવતા કહે છે કે માતા મોગલ એ સિદ્ધ કરેલ કાર્ય કોઈ ચમત્કાર નથી પરંતુ મા પ્રત્યે રાખેલો વિશ્વાસ છે. તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતી મા મોગલ પ્રત્યે લાખો ભક્તો આકર્ષાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM