જાણો કોના લીધે “રાવણ” નું થયું હતું મૃત્યુ??, વિભીષણ કે પછી મંદોદરી??, જાણો તેની પાછળનું રહસ્ય….

જાણો કોના લીધે “રાવણ” નું થયું હતું મૃત્યુ??, વિભીષણ કે પછી મંદોદરી??, જાણો તેની પાછળનું રહસ્ય….

તમે બધા એ જીવનમાં એક વખત તો રામાયણ જોઈ જ હશે, તેમાં બતાવવામાં આવ્યું હતું કે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરવા માટે અથાગ પ્રયત્નો કરે છે પંરતુ તેનું મોત થતું નથી અને દર વખતે એક નવું માથું આવી જાય છે. આવામાં તેના ભાઈ વિભીષણ રામની મદદ કરે છે અને નાભિ પર તીર મારવા માટે જણાવે છે.

આ પછી ભગવાન રામ રાવણ ની નાભી પર તીર ચલાવે છે અને રાવણનું મૃત્યુ થાય છે. આ વાત ઘણા હદ સુધી સાચી છે પંરતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સિવાય પણ બીજું એક કારણ હતું, જેનાથી રાવણનું મૃત્યુ થયું હતું.

એક કથા પ્રમાણે રાવણ અને કુંભકર્ણ બંને એકાગ્રતાથી બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ધ્યાન કરી રહ્યા હતા. આવામાં તેમની ભગવાનની ભક્તિથી ખૂશ થઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને રાવણને કોઈ વરદાન માંગવા કહ્યું. જેના પર રાવણે અમરત્વ નું વરદાન માંગ્યું હતું. જોકે બ્રહ્માજીએ આમ કરવાનો ઇનકાર કરતા રાવણને એક તીર આપ્યું અને કહ્યું કે તારું ફક્ત આ તીરથી મૃત્યુ થશે અને બીજી કોઈ વસ્તુ તેને અસર કરી શકશે નહીં.

હવે રાવણને ખ્યાલ આવી ગયો હતો કે તેનું મૃત્યુ ફક્ત આ તીર વડે જ થઇ શકે છે. તેથી તેણે આ તીરને પોતાના સિંહાસનની બાજુમાં મૂક્યું હતું. જેના વિશે ફક્ત તેની પત્નીને જ ખબર હતી.

જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે વિભીષણે કહ્યું કે તેનું અમૃત તેની નાભિમાં છુપાયેલ છે અને તેનું ખાસ તીર વડે જ નિધન થઈ શકે છે. જેના પછી હનુમાનજી જ્યોતિષનું રૂપ ધારણ કરીને લંકા પહોંચ્યા હતા.

ત્યારપછી જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા ત્યારે મંદોદરી રાવણની રાહ જોઈ રહી હતી. આવામાં તેનાથી રહેવાયું નહીં અને સામેથી જ્યોતિષ બનેલા હનુમાનજીને તેના પતિનું મૃત્યુ થશે કે નહી? તેના વિશે પૂછ્યું અને તે ખાસ તીર વિશે પણ બધી માહિતી આપી દીધી.

ત્યારબાદ હનુમાનજીએ મંદોદરી ને કહ્યું કે તેઓએ આ તીર સુરક્ષિત સ્થળે રાખવું જોઈએ અને તેને આમ કરીને લુભાવીને હનુમાનજી મૂળ રૂપમાં આવ્યા અને ત્યાંથી તેઓ અયોધ્યા પરત આવીને રામને તે તીર આપ્યું હતું.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM