“તુમ તો ઠહેરે પરદેશી” ગીત ગાનાર, અલ્તાફ રાજા જાણો ક્યા છે આજ-કાલ??

“તુમ તો ઠહેરે પરદેશી” ગીત ગાનાર, અલ્તાફ રાજા જાણો ક્યા છે આજ-કાલ??

હિન્દી ફિલ્મ જગતમાં કામ કરતાં સિતારાઓની જિંદગી ખૂબ જ અજીબ રહી છે. અહીં કેટલાક સિતારાઓની કિસ્મત રાતોરાત ચમકી જાય છે તો કેટલાક સિતારાઓ ગુમનામ જિંદગી જીવવા મજબુર બની જાય છે. બોલિવૂડમાં એવા ઘણા સિતારાઓ છે, જેઓએ એક સમયે દર્શકોના દિલ પર રાજ કર્યું હતું પરંતુ હાલમાં તેઓ અચાનક ગાયબ થઇ ગયા હતા.

આવા જ એક અભિનેતા અલ્તાફ રાજા હતા, જેઓએ પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી પરંતુ તેઓ અચાનક ક્યાં ગાયબ થઇ ગયા તેના વિશે બહુ ઓછાં લોકો જાણે છે. તે સમયે તેમના ગીતો એટલા પ્રખ્યાત થતા હતા કે ઓટો રિક્ષા થી લઈને ઘરોમાં તેમના ગીતો નો અવાજ ગુંજતો હતો.

વર્ષ 1994 માં અલ્તાફ રાજાનું ગીત ‘તુમ તો ઠહરે પરદેસી …’ ગીત રિલીઝ થતાં ચોંકી ગયા હતા. આ ગીતની 70,000 થી વધુ કેસેટ રાતોરાત વેચાઈ હતી. 90 ના દાયકામાં આ ગીતની કેસેટ બજારમાં આવતાની સાથે જ વેચાઈ ગઈ હતી. આ ગીતે તેના નામે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. હિન્દી આલ્બમના ઇતિહાસમાં આ પહેલું ગીત હતું જ્યારે તે ગીતની લગભગ 4 મિલિયન કેસેટની નકલો વેચાઈ હતી.

ગાયક અલ્તાફે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બહુ ઓછાં લોકો જાણતા હશે કે અલ્તાફ રાજાના પિતા એક મહાન કવાલી કલાકાર હતા અને અલ્તાફ તેમના પિતાના ગીતો સાંભળીને મોટા થયા હતા. આવી સ્થિતિમાં બાળપણથી જ તેમનામાં સંગીત પ્રત્યે એક અલગ જ જુસ્સો હતો.

તમને જણાવી દઈએ કે અલ્તાફ ક્યારેય પ્લેબેક સિંગર બનવા માગતા નહોતા, તેઓને પહેલાથી જ ગઝલમાં રસ હતો પરંતુ તેઓની માતા એ સમજાવ્યું કે ગઝલ કલાકાર બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ત્યારબાદ માતાના સમજાવ્યા પછી અલ્તાફે બોલિવૂડમાં ગીતો ગાવાની શરૂઆત કરી હતી, તેઓ નું પહેલું ગીત ફિલ્મ શપથ માં સાંભળવા મળ્યું હતું. આ ફિલ્મમાં તેઓ મિથુન ચક્રવર્તી અને જેકી શ્રોફ સાથે અમુક સીનમા ગીતો ગાતા જોવા મળ્યા હતા.

ત્યાર પછી એક સમય એવો આવ્યો જ્યારે નવા નવા સિંગર બોલિવૂડની દુનિયામાં પગ મૂકવા લાગ્યા અને તેમના લેટેસ્ટ ગીતો સામે અલ્તાફને લાઇમ લાઈટ ઓછી મળવા લાગી અને તેઓ ફિલ્મોથી દુર થઇ ગયા. જોકે હાલમાં સમાચાર આવ્યા હતા કે તેઓ તુમ તો ઠહેરે પરદેશી ગીતનો સેકન્ડ પાર્ટ બનાવવા જઈ રહ્યાં છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM