તરબૂચ વાળા આ ભાઈ એ એવું ગીત ગયું કે.., લોકોના ફાટી ગયા કાનના પડદા…, જુઓ video

તરબૂચ વાળા આ ભાઈ એ એવું ગીત ગયું કે.., લોકોના ફાટી ગયા કાનના પડદા…, જુઓ video

ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બહાર નીકળતાની સાથે જ પરસેવાથી રેબઝેબ થઈ જવાય છે. ઘરની અંદર પણ પંખો ગરમ હવા ફેંકતો હોય છે. તેવામાં પોતાને ઠંડક આપવા માટે તરબૂચ ખાવું ઉત્તમ ગણાય છે. ગરમીમાં તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તેનાથી શરીરમાં પાણીની ઊણપ પણ રહેતી નથી અને પોષકતત્ત્વો પણ મળે છે. પરંતુ આજે તમને એક એવા અનોખા તરબૂચ વેચનાર સાથે મુલાકાત કરાવી એ જેને જોઇને તમે હસી-હસીને લોટપોટ થઇ જશો.

સોશિયલ મીડિયા પર હાલ અલગ અલગ અંદાજમાં સામાન વેચવા ની હોડ લાગેલી છે. પછી તે કાચા બદામ હોય કે અંગુર લેલો વાળા.. લોકો યુનિક સ્ટાઇલ થી વસ્તુઓ વેચે છે અને સાથે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. હાલ ઈન્ટરનેટ ઉપર એક તરબૂચ વેચનાર વ્યક્તિ ચર્ચામાં છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રસ્તા ઉપર તરબૂચ ની લારી લઈને ઊભો છે. તે વ્યક્તિના હાથમાં એક કપાયેલું તરબૂચ છે. તે તરબૂચના બે ટુકડાને હાથમાં પકડીને લલામ લાલ તરબૂચ ગીત ગાઈ રહ્યો છે. પરંતુ તેનું ગીત ગાવાનો અંદાજ એવો છે કે જેને કોઈ સમજી શકતું નથી. સાથે જ તેની એક્શન પણ વિચિત્ર છે. પહેલી દૃષ્ટિએ તો તે કોઈને પાગલ જ લાગે.

તરબૂચ વેચનાર ની આ હરકતો જોઈ ને ત્યાંથી પસાર થતાં બાળકો અને અન્ય લોકો પણ હસવા લાગે છે. તેની પાસે ઉભેલો તેનો મિત્ર પણ પોતાનું હસવું રોકી શકતો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને હસી-હસીને પાગલ થઈ રહ્યા છે. આ વિડીયો શેર કરીને તેની સાથે તેના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે ગરમીના લાલમલાલ તરબૂચ.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

આ વિડીયો ઉપર લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ યૂઝરે લખ્યું છે, જો આ વ્યક્તિ સેલ્સમાં હોત તો તેનો મેનેજર ખુશીથી નાચતો હોત. કોઈ વ્યક્તિએ લખ્યું છે કે જો આવી ખતરનાક રીતે ગીત ગાઈશ તો કોઈ તરબૂચ લેવા નહિં આવે. એક વ્યક્તિએ લખ્યું છે તરબૂચ વેચવાની આવી રીત ક્યારેય નથી જોઈ તે ખુબ જ મજેદાર છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM