શારીરિક સંબંધ પર રાખ્યું છે આ ગામનું નામ…, કોઈ ને ગામનું નામ કહે તો શરમ લાગે….

શારીરિક સંબંધ પર રાખ્યું છે આ ગામનું નામ…, કોઈ ને ગામનું નામ કહે તો શરમ લાગે….

નામમાં શું રાખ્યું છે ? તમે લોકોએ આ કહેવત તો ઘણીવાર સાંભળી જ હશે પરંતુ જો નામ બોલવામાં પણ શરમ આવે એવું હોય તો તેના કરતાં તો સારું થાય કે નામ બદલી દેવામાં આવે. હવે સ્વીડનના એક ગામની જ વાત લઈ લો. આ ગામના લોકોની એક વિચિત્ર સમસ્યા છે કે તે આ ગામનું નામ લઈ શકતા નથી. ગામનું નામ એવું છે કે તેને બોલવામાં પણ શરમ આવે.

આ ગામના લોકો તેના નામને લઈને શરમ અનુભવે છે. તેમને અન્ય કોઈને પોતાના ગામનું નામ જણાવવામાં પણ શરમ આવે છે. કારણ કે આ ગામનું નામ અશ્લીલ શબ્દ સાથે મળતો આવે છે.

આજે જે ગામની વાત કરીએ છીએ તે સ્વીડનમાં આવેલું છે અને તેનું નામ Fucke છે. આ ગામના નામના શરુઆતના ચાર અક્ષર અંગ્રેજીની ગાળથી મળતા આવે છે. જો તેનું હિંદી કે અન્ય ભાષામાં અનુવાદ કરીએ તો તેનો અર્થ શારીરિક સંબંધ સાથે સંબંધિત ગાળ તરીકે થાય છે.

ગ્રામજનોનું કહેવું છે કે આ નામ બીજાને કહેવામાં ભારે શરમ અને સંકોચ અનુભવાય છે. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર પણ કોઈ પોતાના ગામનું નામ લખી શકતા નથી. સોશિયલ મીડિયા સેંસરશિપ આ નામ લખવાની અનુમતિ આપતી નથી.

પોતાના ગામના નામથી પરેશાન લોકોએ અહીં એક અભિયાન શરુ કર્યું છે. તેમણે ગામનું નામ જ બદલી નાખ્યું અને dalsro કરી નાખ્યું છે. તેનો અર્થ થાય છે શાંત ઘાટી. જો કે આ ગામનું નામ બદલવું કે નહીં તેનો નિર્ણય નેશનલ લેંડ સર્વે વિભાગ લેશે.

આ પહેલા આ વિભાગે આ પ્રકારના જ એક ગામના નામને બદલવાની અરજી રદ્દ કરી દીધી હતી. વિભાગનું કહેવું છે કે તે એક ઐતિહાસિક નામ છે જેને બદલી શકાય નહીં. આ ગામનું નામ દાયકાઓ પહેલા રાખવામાં આવ્યું હતું. તેથી શક્યતા છે કે આ ગામનું નામ સત્તાવાર રીતે ક્યારેય બદલે નહીં.

અહીં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ગામનું નામ લોકોને કહેતા શરમ અનુભવાય છે. સોશિયલ મીડિયા સેંસરશિપ પણ તેને આપત્તિજનક નામ ગણે છે. ફેસબુકના અલ્ગોરીધમ ગામના નામને હટાવી નાખે છે. તેવામાં તેઓ ગામ સાથે જોડાયેલ કોઈ જાહેરાત પણકરી શકતા નથી.

હવે આ મામલે નેશનલ લેંડ ટ્ર્સ્ટ સ્વીડન જ નેશનલ હેરિટેજ બોર્ડ અને ભાષા તેમજ લોકકથા સંસ્થાન સાથે મળી કોઈ નિર્ણય લઈ શકે છે. જો કે આ ગામમાં માત્ર 11 પરિવાર જ રહે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM