તારક મહેતા ના એક એપિસોડ ના આટલા રૂપિયા લે છે બાપુજી-બબીતાજી, જાણી ને ચોકી જશો

તારક મહેતા ના એક એપિસોડ ના આટલા રૂપિયા લે છે બાપુજી-બબીતાજી, જાણી ને ચોકી જશો

તમે જાણતા જ હશો કે તારક મહેતા શો ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોને પ્રસારિત થયાને 12 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે અને દર્શકોનો પ્રેમ પણ તેમને મળી રહ્યો છે. આ શોમાં જેઠાલાલથી લઈને બબીતાજી સુધીના પાત્રોને મસમોટી ફી પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કયા કલાકારે ને કેટલી સેલરી આપવામાં આવે છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શ્યામ પાઠક : તમને જણાવી દઈએ કે શ્યામ પાઠક શોમાં પોપટલાલ ની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ શોમાં કુંવારા છે અને છોકરી શોધી રહ્યા છે. જેમની ફી પ્રતિ એપિસોડ 28 હજાર રૂપિયા છે.

કુશ શાહ : કુશ શાહ ડોકટર હાથીના પુત્ર ગોલીની ભૂમિકા નિભાવે છે. તેઓ શોમાં ટપુ સેનાનો ભાગ છે અને તેને ખાવા પીવાનો ખૂબ શોખ છે. તેમને પ્રતિ એપિસોડ 8 હજાર મળે છે.

મંદાર ચંદાવરકર : મંદાર શોમાં આત્મારામ ભીડેની ભૂમિકા નિભાવે છે. તેઓ શોમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી છે. તેમને એક શો માટે 30 હજાર આપવામાં આવે છે.

મુનમુન દત્તા : શોમાં મુનમુન દત્તા બબીતાજી અને ઐયર ની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. તેઓની અને જેઠાલાલની જુગલબંધી દર્શકોને ખૂબ પસંદ આવે છે. તેઓ મહિનાના 15-16 દિવસ કામ કરે અને પ્રતિ એપિસોડ 30 હજાર ચાર્જ કરે છે.

જેનિફર બંસીવાલા : આ શોમાં રોશન નો કિરદાર નિભાવે છે અને મહીનામાં 10-12 દિવસ કામ કરે છે. જેના તેને 22 હજાર રૂપિયા મળે છે.

રાજ અનાડકટ : રાજ શોમાં ટપુની ભૂમિકા નિભાવે છે અને તેઓ થોડાક જ વર્ષો પહેલા શોમાં આવ્યા હતા અને તેને દરેક એપિસોડ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. જોકે તેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.

અમિત ભટ્ટ : અમિતભટ્ટ શોમાં બાપુજી નો રોલ કરે છે. જેઓ વાતવાતમાં જેઠાલાલ ને બોલતા હોય છે. તેઓને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ એકમાત્ર વૃદ્ધ વ્યક્તિ છે. તેઓને પ્રતિ એપિસોડ 35 હજાર આપવામાં આવે છે અને તેઓ 21 દિવસ કામ કરે છે.

દિલીપ જોશી : દિલીપ જોશી શોમાં જેઠાલાલ ની ભૂમિકા નિભાવે છે. આ શોમાં તેઓને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. તેઓ એક એપિસોડ માટે 50 હજાર ચાર્જ કરે છે અનતેઓને મહિનાના 25 દિવસ કામ કરે છે.

શૈલેષ લોઢા : શૈલશ લોઢા તારક મેહતા શોમાં મહેતા સાહેબની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ જેઠાલાલ ને સલાહ પણ આપતા રહે છે અને મુશ્કેલીઓથી બચાવે છે. તેઓને શો માટે 32 હજાર રૂપિયા આપવામાં આવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM