3 મહિનામાં કાર ચલાવવાનું શીખી ગઈ, 90 વર્ષીય દાદી, હાઈવે પર ચલાવી કાર, જુઓ વીડીઓ….

3 મહિનામાં કાર ચલાવવાનું શીખી ગઈ, 90 વર્ષીય દાદી, હાઈવે પર ચલાવી કાર, જુઓ વીડીઓ….

દોસ્તો કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તુ શીખવા માટે કોઇ ઉંમર હોતી નથી. તમે કોઈ પણ ઉંમરે ઇચ્છિત કાર્ય શીખી શકો છો. આ વાતનું ઉદાહરણ તાજેતરમાં મધ્યપ્રદેશના દેવાસ શહેર માં જોવા મળ્યું છે. હકીકતમાં અહીં 90 વર્ષીય દાદી હાઈવે પર વીજળીની ઝડપે કાર દોડાવતી જોવા મળી છે. આ દાદીએ કાર ચલાવવાનું ત્રણ મહિના પહેલા જ શીખ્યું છે. તે ઉંમરના આ તબક્કે પહોંચ્યા પછી પણ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કાર ચલાવી રહી છે.

નેવુ વર્ષિય આ દાદીનું નામ રેશમબાઇ તંવર છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેમની ડ્રાઇવિંગ પ્રતિભાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમના દ્વારા હાઈવે પર કાર દોડાવતો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે દાદી કારની અંદર બેઠા બેઠા આરામ થી હાઇવે પર ડ્રાઈવ કરી રહ્યા છે. તેઓ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે રસ્તા પર કાર દોડાવી રહ્યા છે.

દાદી તો આ વિડીયો સંદીપ સિંહ નામના એક વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમનો વીડિયો શેર કરતા સંદિપસિંહે લખ્યું કે વાહ ભાઈ વાહ.. દેવાસ જીલ્લાના બિલાવાલી ની રહેવાસી 90 વર્ષીય દાદી રેશમ બાઈ તંવર ને કાર ચલાવતા જુઓ..

આ વીડિયો વાયરલ થતાં ની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ દાદીની તારીફ કરી છે. તેઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો રી ટ્વીટ કર્યો છે. આ સાથે કેપ્શન પણ લખ્યું છે કે દાદી માતાએ અમને બધાને પ્રેરણા આપી છે કે કોઈપણ વસ્તુ શીખવા માટે ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. તમારી ઉંમર ભલે ગમે તે હોય પંરતુ તમારી અંદર જીવન જીવવાની પ્રેરણા હોવી જોઈએ.

દાદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો પોતાની શાનદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે સલામ છે દાદી ને… તો બીજા વ્યક્તિ લખ્યું કે બહુ ખૂબ… હવે હું પણ મારી માતાને ગાડી ચલાવતા શીખવીશ… તો એ ત્રીજા વ્યક્તિએ લખ્યું કે શું દાદી પાસે ડ્રાઇવિંગ લાઇસંસ છે?

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM