કબરાઉ ગામના લોકોએ પૈસા એકત્ર કરીને મણીધર બાપુ માટે બનાવ્યું નવું ઘર, મણીધર બાપુએ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સર્જાયા એવા દ્રશ્યો કે…

મિત્રો કચ્છમાં કબરાઉ ખાતે મણીધર મોગલ ધામ આવેલું છે. અહીં લોકોની મનોકામના પૂરી થતાં હજારો લોકો માતાજીના દર્શને આવતા હોય છે અને ભક્તો પોતાની માનેલી માનતા પણ અહીં પૂરી કરતા હોય છે અને મિત્રો આપને જણાવ્યા કે માતાજી મોગલ નું માત્ર નામ લેવાથી દુઃખ અને ચિંતા દૂર થઈ જાય છે.
આપને જણાવીએ કે કબરાઉ માં મોગલ ધામ માતાજી મોગલ ની પૂજા અને સેવા કરવા માટે મણીધર બાપુ બિરાજમાન છે. મણીધર બાપુ ના આશીર્વાદ લેવા માટે મોટી મોટી સંખ્યામાં લોકો આવે છે અને માતાજી મોગલ ની સેવામાં લીન રહેતા મણીધર બાપુને લોકો હજારો રૂપિયા આપે છે પરંતુ બાપુ એક રૂપિયો પણ સ્વીકારતા નથી
અને ઉપરથી ભક્તોએ આપેલા રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેમને પરત આપે છે.મણીધર બાપુ હંમેશા કહેતા હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિગત પણ રૂપિયા સ્વીકારવામાં આવશે મારા તરફથી ત્યારે મારા જીવનનો અંત આવશે. મણીધર બાપુ ના કપડાથી લઈને તમામ વસ્તુઓ તેઓ કોઇની પાસેથી માંગતા નથી
ત્યારે બાપુને અત્યારે પોતાના ભક્તોએ ઘર બનાવ્યું આપ્યું છે કારણ કે બાપુ પાસે પોતાનું ઘર ન હતું.મણીધર બાપુની સેવા અને ભક્તિ જોઈને કેટલાક ભક્તોએ નક્કી કર્યું કે આપણે બાપુને ઘર બનાવી આપે અને ત્યાર પછી કબરાવમાં રહેતા લોકો ફાળો ઉઘરાવીને મણીધર બાપુ માટે ઘર બનાવી આપ્યું હતું.
મિત્રો બાપુ નું ઘર તૈયાર થઈ જતા ઘરમાં પૂજા કરવામાં આવી હતી ત્યારે આખું ગામ એકત્ર થયું હતું અને ત્યારબાદ ભક્તોએ મણીધર બાપુને ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને ત્યારે મણીધર બાપુ એ ખુશ થઈને ઘરમાં પગ મુક્યો ત્યારે ભક્તો રડવા લાગ્યા હતા અને મણીધર બાપુએ નવા ઘરમાં માતાજી મોગલ ની સ્થાપના પણ કરી હતી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.