ક્રિકેટ રમતી વખતે 27 વર્ષનો આ યુવક અચાનક જ બેભાન થઈ ગયો અને પછી મોતને ભેટ્યો, પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…

ક્રિકેટ રમતી વખતે 27 વર્ષનો આ યુવક અચાનક જ બેભાન થઈ ગયો અને પછી મોતને ભેટ્યો, પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…

મોત કેવી રીતે આવે તેનું કંઈ જ નક્કી હોતું નથી. આપણી સામે અવારનવાર ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેના દ્વારા ઘણા માસુમ લોકો ભોગ બનતા હોય છે. એવી જ એક ઘટનાની વાત કરીએ તો કામરેજ તાલુકાના છેવાડાના શેખપુર ગામના વતની અને હાલ સુરત શહેર વિશાલ નગર સોસાયટી જહાંગીર પુરા ખાતે રહેતા

અતુલભાઇ પટેલ નો 27 વર્ષીય પુત્ર કિશન પટેલ ક્રિકેટ રમવા રજાના દિવસે મિત્રો સાથે ગયો હતો. કિશન ક્રિકેટ પ્રેમી હોવાથી મેચ રમવા ગયો હતો ત્યારે પાંચ ફેબ્રુઆરી રવિવારના દિવસે ઓલપાડ તાલુકાના ગામે ક્રિકેટ રમવા જતા ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર અચાનક બેભાન થઈ ગયો હતો. ક્રિકેટ રમવા છતાં સમયે એડવોકેટ અતુલભાઇ પટેલે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે

પોતાના દીકરા સાથે આવી ઘટના બનશે. ક્રિકેટ રમવા આવેલ અન્ય મિત્રો દ્વારા 108 એમ્બ્યુલન્સ ની મદદ થી સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાંના ફરજ પરના તબીબોએ કિશનને મૃત જાહેર કર્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે મૃતકિશન ના પિતા અતુલભાઇ પટેલ ઓલપાડ કોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ છે.

ક્રિકેટ રમતા અચાનક બેભાન થઈ મોત થવાના કારણે પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે. આટલું જ નહીં પરંતુ અંદાજિત ત્રણ વર્ષ પહેલા પણ શેખપુર નો નિકેશ બાલુભાઈ પટેલ મિત્ર સાથે કોસાડ ગામે ક્રિકેટ મેચ રમવા ગયો હતો આ દરમિયાન અચાનક બેભાન થઈ જતા મોત થવાની ઘટના બની હતી.

કિશન અતુલભાઇ પટેલના મોતથી પરિવારજનો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરિવારજનો પણ આશ્ચર્યચકિત છે કે અચાનક રમતા રમતા બેભાન થઈને કેવી રીતે મોત થઈ શકે??!! ત્રણ વર્ષ બાદ ફરી શેખપુર ગામનો યુવાન કિશન પટેલ પણ આવી જ રીતે ક્રિકેટ રમતા સમયે અચાનક બેભાન થઈ ગયો

અને આ ઘટનામાં તેનું મોત થયું. અચાનક ક્રિકેટ રમતા સમયે બેભાન થવાને કારણે તેઓ પામેલ કિશનના પરિવારજનો શોક માં ડૂબી ગયા છે. મિત્રો ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન ક્રિકેટ રમતા રમતા બે યુવકનો ક્રિકેટ એ જીવ લીધો છે.

પાંચ ફેબ્રુઆરી રવિવારના દિવસે બનેલી આ ઘટના જેવી જ ઘટના અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ બની હતી જેમાં પણ અચાનક ક્રિકેટ રમતા સમયે બેભાન થઈ જતા એક યુવકનું મોત થયું હતું. ક્રિકેટ રમતા અચાનક બેભાન થઈને મોત થવાની ઘટનામાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM