ઘરમાં ખાવાના પણ ફાંફાં હતા.., કોચિંગ ક્લાસ પણ નહોતા…, પોતાના બળે આ દીકરી બની પોલીસ ઓફિસર….

ઘરમાં ખાવાના પણ ફાંફાં હતા.., કોચિંગ ક્લાસ પણ નહોતા…, પોતાના બળે આ દીકરી બની પોલીસ ઓફિસર….

દુનિયાભરમાંથી એવી અનેક પ્રેરણાદાયી કહાનીઓ સામે આવે છે જેને વાંચી, સાંભળીને એક અલગ જુસ્સો અનુભવાય છે. દુનિયાભરમાં એવા અનેક લોકો છે જે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ મોટાભાગના લોકોના જીવનમાં એક સૌથી મોટી સમસ્યા હોય છે તેમની ગરીબી. ગરીબીના કારણે લોકો પોતાના સપનાને પુરા કરી શકતા નથી. પરંતુ એવું પણ નથી કે ગરીબ હોય તે પોતાના સપના પુરા કરી શકતા નથી.

એવું કહેવાય છે કે વ્યક્તિના ઈરાદા મજબૂત હોય તો ગમે તેવી મુસિબત હોય તેનો સામનો સરળતાથી કરી શકાય છે. આવા લોકોને સફળતા જરૂરથી પ્રાપ્ત થાય છે. આવી જ કહાની છે મહારાષ્ટ્રની એક દીકરીની. જેણે પોતાના ગરીબ માતા-પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે.

આજે તમને તેજલ આહેર વિશે જણાવીએ જે નાસિકની રહેવાસી છે. તેજલના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જેના કારણે તેના માતાપિતા તેના કોચિંગ ક્લાસનો ખર્ચ પણ કરી શકે તેમ ન હતા. તેના જીવનમાં સફળ થતા સુધીમાં લાખો પરેશાની આવી પરંતુ તેમ છતાં તેજલે હાર માની નહીં અને હિંમતથી દરેક તકલીફનો સામનો કર્યો.

તેજલ મહારાષ્ટ્ર લોક સેવા આયોગની પરીક્ષાની તૈયારી જાતે કરતી રહી અને હવે તે મહારાષ્ટ્ર પોલીસ ઉપનિરીક્ષક પદની પરીક્ષામાં સફળ થઈ ચુકી છે. જ્યારે તેજલ 15 મહીનાની તાલીમ પુરી કરી પોતાના ગામ પરત આવી ત્યારે આખા ગામે તેની સફળતાની ઉજવણી કરી હતી. તેના માતાપિતાના આંખમાં તો હરખના આંસુ છલકાઈ ગયા હતા.

તેજલ આહેર એવા પરીવારમાંથી આવતી હતી જ્યાં બે સમયના ભોજનના પણ ફાંફાં હતા. એટલું જ નહીં બીજા દિવસે ઘરમાં રસોઈ બનશે કે નહીં તે પણ નક્કી રહેતું નહીં. આવી સ્થિતિમાંથી એક ખેડૂત પરીવારની દીકરી આગળ આવી અને ફક્ત પોતાની મહેનતના જોરે સફળ થઈ છે.

તેજલે 2017માં પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી. માતાપિતાનું માથું તેની દીકરીએ ગર્વથી ઊંચું કરી દીધું હતું. જો કે નાનપણથી પોતાની દીકરીની ધગશ જોઈ તેની માતા અવારનવાર કહેતી કે તેજૂ એક દિવસ કમાલ કરી બતાવશે…

તેજલના ગામનું નામ વાહેગાવ ભરવસ છે અને અહીં મોટાભાગના લોકો ખેતી કામ કરે છે. જ્યારે તેજલની પસંદગી થઈ ત્યારબાદ તેણે નાસિકમાં તાલિમ મેળવી. 15 મહિનાની તાલિમ પછી તે ગામ પરત આવી તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

તેજલે તેની પરીક્ષાની તૈયારી અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેણે પ્રાથમિક શિક્ષા ગામમાંથી મેળવી ત્યારબાદ કોલેજ માટે અને પરીક્ષાની તૈયારી માટે તે નાસિક જતી હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેથી તે કોચિંગ ક્લાસ કરાવી શકે તેમ ન હતા. પરંતુ તેણે હાર માની નહીં અને જાતે તૈયારી કરતી રહી.

તેજલ સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી અભ્યાસ કરતી. પરીક્ષાની તૈયાર દરમિયાન દિવાળી હોય કે હોળી તે ઘરે આવતી નથી. તેણે પરીક્ષાની તૈયારી મન લગાવીને કરી અને પરીણામ એ આવ્યું કે તેની સાધના સફળ થઈ. 7 જાન્યુઆરી 2020ના રોજ તેજલનું પ્રશિક્ષણ શરુ થયું અને 7 એપ્રિલ 2021ના રોજ તેને મુંબઈમાં પોસ્ટિંગ મળી.

તેના પિતાનું કહેવું છે કે તેનું સપનું હતું કે તેની દીકરીને તે ખાખી યુનિફોર્મમાં જોવે અને તેની દીકરીએ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ આ કરી બતાવ્યું. તેણે ફક્ત માતાપિતાનું નહીં આખા ગામનું નામ રોશન કરી દીધું.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM