લીંબુ પછી ટામેટા ની ખટાશ દાઢે ચોટી.., ટામેટાના ભાવમાં થયો ખુબ મોટો વધારો.., જાણીલો તાજા ભાવ

લીંબુ પછી ટામેટા ની ખટાશ દાઢે ચોટી.., ટામેટાના ભાવમાં થયો ખુબ મોટો વધારો.., જાણીલો તાજા ભાવ

આજે દિવસે ને દિવસે ગુજરાત રાજ્યની અંધારા ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે તેને કારણે સતત મોંઘવારીના પારો પણ ગરમ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા લીંબુના ભાવ ની અંદર ખૂબ જ મોટો વધારો થવાની સાથે સાથે હવે દિવસે ને દિવસે દરેક ખાદ્ય પદાર્થના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ખાસ વાત તો એ છે કે લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા પછી હવે શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ મોટો વધારો થવા લાગ્યો છે.

રાજકોટ ની અંદર દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થવા લાગ્યો છે માત્ર પંદર દિવસની અંદર જ ટામેટાના ભાવ પણ બમણા થઇ ગયા છે અને દિવસે ને દિવસે મોંઘવારી પણ સતત વધી રહી છે. વાત કરીએ તો આગળના સમયની અંદર પણ શાકભાજી હોય કે કોઈ અન્ય વસ્તુ હોય તમામ વસ્તુઓના ભાવ માં ખુબજ મોટો વધારો થાય તો નવાઇ નહીં. ખાસ કરીને પહેલા લીંબુ અને હવે ટામેટા વારો આવ્યો છે તેવું લાગી રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવ ની અંદર વધારો થયો છે, પ્રતિ કિલો ટામેટા ના ભાવ ની વાત કરવામાં આવે તો સો રૂપિયા થઈ ગયા છે તેમ જ છેલ્લા પંદર દિવસની આસપાસ ટામેટા ના ભાવ બે ગણો વધી ગયો છે. છેલ્લા પંદર દિવસની અંદર ટમેટાના ભાવ બે ગણા વધી ગયા છે તેમજ ગુરુવાર ની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો ટામેટા નો ભાવ ૮૦ રૂપિયા થઈ ગયો હતો. તેમજ રીંગણના પ્રતિ કિલો નો ભાવ 60 રૂપિયાની આસપાસ થઇ ગયો હતો

ખાસ કરીને ભીંડાના પ્રતિ કિલોના ભાવ 20 રૂપિયાની વધારાની સાથે સાથે ૮૦ રૂપિયા થઈ ગયો હતો. દિવસેને દિવસે દરેક શાકભાજીના ભાવ ની અંદર ખૂબ જ મોટો વધારો જોવા મળે છે. ગલકા ના ભાવ અને દસ રૂપિયા વધારો થતાં ની સાથે પ્રતિ કિલો 60 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. આ ઉપરાંત કોબી ની વાત કરીએ તો પ્રતિ કિલોએ ૧૦ રૂપિયાના વધારો થતાં 40 રૂપિયાની આસપાસ ભાવ પહોંચી ગયો છે. ફ્લાવર ની વાત કરે તો પ્રતિ કિલો નો ભાવ 20 રૂપિયાના વધારાની સાથે 80 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. ખાસ કરીને દૂધીના 10 રૂપિયાના ભાવની સાથે 60 રૂપિયાની આસપાસ પહોંચી ગયો.

કારેલા ના ભાવ 10 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલોએ 60 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે જ્યારે કાચી કેરીની વાત કરીએ તો પ્રતિ કિલોએ ૧૦ રૂપિયાના વધારાની સાથે 60 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. દિવસે દિવસે મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને તેને કારણે સામાન્ય લોકો અને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM