શું તમારે પણ માથામાં પડી ગઈ છે ટાલ??, તો અપનાવો આ લસણનો રામબાણ ઉપાય.

શું તમારે પણ માથામાં પડી ગઈ છે ટાલ??, તો અપનાવો આ લસણનો રામબાણ ઉપાય.

યુવક હોય કે પછી યુવતી…વાળને તંદુરસ્ત રાખવા માટે દરેક માણસોને પસંદ હોય છે. આ ઝડપી યુગની લાઇફસ્ટાઇલ તથા પ્રદુષણના લીધે વાળ પર સીધી અસર પડે છે. પણ શું તમે એ વાત જાણો છો કે કાળા અને લાંબા વાળ માટે લસણ કેટલી ઉપયોગી અને અસરકારક પુરવાર થઇ શકે છે.

લસણ જેટલું આપણા તંદુસ્તી માટે ઉપયોગી છે એટલું જ તે વાળ માટે પણ સહાય કરે છે. લસણમાં વિટામિન બી 6, સી તથા મેગ્નીસ જેવા પૌષ્ટિક તત્વોથી પુષ્કળ માત્રામાં હોય છે, તેથી તે વાળ જતા રહેવાનું બંધ કરે છે અને તેને મજબૂત બનાવે છે. તમે શેમ્પૂ ભેગુ કરીને તથા તમારા તેલમાં તેનો ઉપયોગ કરી શકો છો. વાળની મજબૂતી માટે તેનો ઉપાય કેવી રીતે કરવો તે અહીં જાણો.

આ તેલની માલિશ કરવાથી માથાના રક્ત પરિભ્રમણમાં વધુ થાય છે, જેના કારણે વાળના મૂળ સક્રિય થાય છે અને વાળ વધે છે. તેલ બનાવવા માટે, લસણની આઠ કળી તથા 1 મધ્યમ કદના ડુંગળીને બ્લેન્ડ કરી દો. ત્યારપછી એક કડાઈમાં 1/2 કપ ઓલિવ, નાળિયેર તથા એરંડા તેલ ગરમ કરો અને તેમાં લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો.

પેસ્ટ બ્રાઉન થાય ત્યાં સુધી તેલ ગરમ કરો. હવે તેને બંધ કરો. જ્યારે તેલ એકદમ ઠંડું થાય છે, ત્યારે તેમાં બે ચમચી તેલથી તમારા સ્કેલ્પની ઉપરની ત્વચા પર મસાજ કરો. શ્રેષ્ઠ પરિણામો માટે આને સપ્તાહમાં 3 વખત પુનરાવર્તન કરો.

આ ઉપરાંત મધ તમારા વાળમાં ભેજ માટે સહાયક છે. વાળને નરમ અને ચમકદાર રાખે છે. આ પેક બનાવવા માટે લસણની આઠ કળીઓનો રસ નીકાળી લો. ત્યારપછી તેમાં એક ચમચી મધ ઉમેરો. તમારા વાળ અને માથાની ત્વચા પર મિશ્રણ લગાવો અને તેને 20 મિનિટ માટે રાખી મૂકો. હવે થોડોક સમય બાદ શેમ્પૂથી વાળ ધોઇ લો. સપ્તાહમાં આને 2-3 વખત આ ઉપયોગ કરો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM