સુરતના બાબરીયા પરિવાર પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે વાંચીને તમે પણ કરશો વખાણ,જાણો એવું શું છે ખાસ?

મિત્રો લગ્ન એ જીવનની સૌથી યાદગાર પ્રસંગ છે ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તમામ લોકો જોડ સોર થી મહિનાઓ પહેલા તૈયારી પણ કરતા હોય છે અને જૂનો સમય એવો હતો કે જ્યાં સાધગીથી લગ્ન કરવામાં આવતા અને તેમ છતાં તે લગ્ન સોળે કળાએ નિરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્ન એ માત્ર ને માત્ર દેખાવડો બનીને રહી ગયો છે અને
એકબીજાથી વિશેષ બતાડવામાંને બતાડવામાં કેટલા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે આ સમયમાં સુરત શહેરના પરિવારે ખૂબ જ સારા વિચાર સાથે પોતાના દીકરીના લગ્ન કર્યા છે.આપણે મિત્રો જાણીએ છીએ કે હાલમાં તમામ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા ખાસ બનાવે છે જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાય મેસેજ લખવાનો ટ્રેન્ડ
હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે ત્યારે બાબરીયા પરિવાર એ પણ પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં આવો જ એક સંદેશો લખાવ્યો પરંતુ આ સંદેશો દરેક વ્યક્તિઓ કરતા અલગ છે. આજના સમયમાં લગ્નએ ખૂબ જ ખર્ચાળ બની ગયા છે પરંતુ તેનું કારણ છે કે લગ્નને ધામધુમથી ઉજવવા માટે આપણે કોટેજ ફોટા ખર્ચા કરતા હોય છે.લગ્ન પ્રસંગમાં વ્યવહાર જાળવવા પણ
સગા સંબંધીઓ જરૂરી છે એટલા માટે જ સુરતના આ બાબરીયા પરિવાર એ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિઓ માટે એક ઉત્તમ નિર્ણય લઇ પોતાની દીકરીના લગ્ન કર્યા છે અને તમને મિત્રો જાણીને નવાઈ લાગશે કે તેમને પોતાની દીકરીના લગ્નની કંકોત્રી પણ ડિજિટલ રાખી અને ડિજિટલ કંકોત્રીમાં ચાર લીટીમાં જે સંદેશો લખ્યો છે તે લગ્નને રસપ્રદ અને ગૌરવશાળી
બનાવે છે.સુરત શહેરના રહેવાસી હેતલ ના લગ્ન 25 ડિસેમ્બર 2020 ના રોજ સુરત ખાતે યોજાયા હતા અને હેતલ ના લગ્નને યાદગાર બનાવવા માટે જનકભાઈ બાબરીયાએ કાર્ડમાં નોંધ મૂકી હતી જેમાં લખ્યું હતું કે મંડપ મુરત અને પીઠી રસમ ઘરે રાખી છે અને ચાંદલા વાસણ વાસણ પેટે રોકડા અથવા ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે અને આ ઉપરાંત મામેરુ પાટ ઉઠામણ
અને જડ વાહવાની અને પહ ની પ્રથા બંધ રાખેલ છે.મિત્રો ખરેખર આ સંદેશ ખૂબ જ ઉત્તમ છે કારણ કે આપણા જુના રિદ્ધિ રિવાજો આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે ત્યારે જગતમાં તમે ગમે તેટલું સારું કરશો પરંતુ જગત તમારી ભૂલ અને ખામી શોધીને તમને મેળા મારશે ત્યારે ખરેખર સુરતના બાબરીયા પરિવારને જુના રીતે રિવાજો ને બદલીને ઉમદા વિચાર સાથે દીકરીના લગ્ન કર્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.