ખેડૂત પિતાએ દીકરીને લગ્નના કન્યાદાનમાં એવી અનોખી વસ્તુ આપી કે.., આખા ગુજરાતમાં દીકરીના પિતાના થઈ રહ્યા છે ભરપૂર વખાણ…

ખેડૂત પિતાએ દીકરીને લગ્નના કન્યાદાનમાં એવી અનોખી વસ્તુ આપી કે.., આખા ગુજરાતમાં દીકરીના પિતાના થઈ રહ્યા છે ભરપૂર વખાણ…

મિત્રો અત્યારે લગ્નની સિઝન ભરપૂર માત્રામાં ચાલી રહી છે. લોકો પોતાના દીકરા અથવા તો દીકરી ના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક બીજાથી કંઈક અલગ કરતા હોય છે. લોકો લગ્નને યાદગાર અને અનોખા બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો પણ કરી નાખતા હોય છે અને સુરતના એક ખેડૂતે પોતાની દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક એવું જ કર્યું છે. જેના ચારે બાજુ વખાણ થઇ રહ્યા છે અને અનોખું કાર્ય જોઈને તમે પણ વખાણ કરશો

મિત્રો ચાલો આપણે આ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સુરતની અંદર આવેલા પાલ વિસ્તારની અંદર રહેતા ખેડૂત વિપુલભાઈ પોતાની 23 વર્ષીય દીકરી રિદ્ધિ ના અનોખા લગ્ન કર્યા છે અને દીકરીના લગ્ન હંમેશા લોકો માટે યાદગાર રહે તે માટે તેમણે ઇકો ફ્રેન્ડલી લગ્ન કર્યા છે. સૌથી પહેલા તો દીકરીના લગ્નની કંકોત્રી ની વાત કરવામાં આવે તો લગ્નની કંકોત્રી તુલસીના બીજમાંથી બનાવવામાં આવી હતી

જે કંકોત્રીને કુંડામાં નાખ્યા બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગશે તેમજ લગ્નની અંદર જમવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ પ્રકારની ડીશ એબલ મટીરીયલ માંથી બનાવવામાં આવી હતી અને વિપુલભાઈ આધુનિક ડોલી ના જમાનામાં પોતાની દીકરી રિદ્ધિ ના મંડપ ની અંદર એન્ટ્રી પણ બળદગાડામાં કરાવી હતી. દિકરીની બળદગાડામાં એન્ટ્રી જોઈને હાજર તમામ પ્રકારના મહેમાનો પણ ચોકી કર્યા હતા

મિત્રો આટલું જ નહીં વિપુલભાઈ પણ પોતાની દીકરીને કન્યાદાનમાં ગૌ માતાનું દાન કર્યું હતું અને આટલું જ નહીં દીકરી દર મહિને પોતાની કમાણીમાંથી 10% હિસ્સો ગૌમાતાને પણ સમર્પિત કરશે તેવું પણ દીકરીએ વચન લીધું હતું. વિપુલભાઈ પોતાની સંસ્કૃતિને આગળ લઈ જવા માટે પોતાની દીકરીને આવા અનોખા લગ્ન કર્યા હતા અને આજના મોડર્ન જમાનામાં પણ લોકો પોતાની જૂની સંસ્કૃતિને ભૂલી રહ્યા છે અને લગ્નની પણ ખૂબ જ ધૂમધામથી ઘણી બધી પ્રથાઓ ભૂલી ગયા છે

લગ્ન પ્રસંગ ની અંદર મહેમાનોને પાણી પણ પેપર કપમાં આપવામાં આવ્યું હતું તેમજ વિપુલભાઈ પોતાની દીકરીને કન્યાદાનમાં ગીર ગાય આપી હતી. વિપુલભાઈ દીકરીના લગ્ન પ્રસંગ ની અંદર નકામો ખર્ચો ન કર્યો અને અનોખી રીતે દીકરી ના લગ્ન કરીને સમાજની અંદર એક સંદેશો આપ્યો હતો તેમ જ વિપુલભાઈ પોતાની દીકરીના એવા લગ્ન કર્યા હતા કે લોકોએ વર્ષો સુધી યાદ કર્યા હતા

લગ્નની અંદર પર્યાવરણ પણ નુકસાન ન થાય તે માટે ચોક્કસપણે ધ્યાન આપવામાં આવ્યું હતું તેમ જ અત્યારે લગ્નની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે અને લોકો વિપુલભાઈ અને તેના પરિવારના લોકોને પણ મન મૂકીને વખાણ કરી રહ્યા છે. વિપુલભાઈ કરેલા આ લગ્ન વિશે તમારું શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM