Video : ટીચર એ કહ્યું બાર નો ઘડીયો બોલ…, બાળક કે જે સંભળાવ્યું, તેને સાંભળીને તમે માથું પકડી લેશો..!

કોરોના ના કારણે બે વર્ષથી બાળકોની સ્કૂલ બંધ હતી. બાળકોને ઓનલાઈન ક્લાસ કરવા પડતા હતા. જોકે તેમાં બાળકો કેટલું સારું ભણી શકે તે તો વિચારવાનું જ રહ્યું. ટૂંકમાં સારી રીતે અભ્યાસ કરવાના બાળકોના બે વર્ષ બગડી ગયા હતા. ઘરમાં બેઠાબેઠા બાળકોને અભ્યાસના નામે કંઈ જ મળ્યું તેમના મગજમાં અભ્યાસના નામે શૂન્ય જોવા મળ્યું. હવે જ્યારે શાળાઓ શરૂ થઈ છે તો શિક્ષકોએ બાળકોને સ્કુલે બોલાવીને એકડે એક થી શરૂઆત કરવી પડે છે.
આ વાત એટલા માટે કરવી પડે કે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે જોર જોરથી હસી પડશો. આ વીડિયોમાં એક ટીચર એક વિદ્યાર્થીને બાર નો ઘડીયો બોલવાનું કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી જે બોલે છે તે સાંભળીને ટીચરના મગજનું દહીં થઈ જાય છે. તમે પણ આ વિદ્યાર્થી નો ઘડીયો સાંભળશો તો પગથી માથા સુધી ધ્રુજી જશો. જોકે પછી ટીચર જે કરે છે તે જોવાનું પણ મજેદાર છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા ટીચર બાળકને બાર નો ઘડીયો પૂછે છે. વિદ્યાર્થી તેનો ખોટો જવાબ આપે છે. ત્યાર પછી 13 અને 14 નો ઘડીયો પૂછે છે. બાળક છે જવાબ આપે છે તે સાચા જવાબની નજીકનો પણ નથી. પરંતુ તેમ છતાં બાળક કોન્ફિડન્ટ સાથે ખોટો ઘડીયો બોલે છે.
બાળક કેવી રીતે બાર નો ઘડીયો બોલે છે કે જાણે તે સાચો જ હોય. બાળકના કોન્ફિડન્સ જોઈને વિડીયો જોનાર દરેકને હસવું આવે છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે વિશે કોઈ જાણકારી નથી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો જોઈને લોકો તેના પર રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
એક યૂઝરે લખ્યું છે સ્કૂલ તો ખુલી ગયા છે પરંતુ બાળકોના મગજ ક્યારે ખુલશે ? અન્ય એક એ લખ્યું છે ભાઈ તું તો હેવી ડ્રાઇવર નીકળો.. એક યૂઝરે લખ્યું છે મને તો ટીચર ની હાલત વિષે વિચારીને દયા આવે છે. કેવી રીતે આ બાળકોનું ભવિષ્ય સુધારશે. એક વ્યક્તિએ લખ્યું છે કોરોના એ બાળકોનું ભવિષ્ય બગાડયું…
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.