બાળપણ માં બંગડીઓ વેચવા નું કામ કરતા હતા આ IAS ઓફિસર, પછી આવી રીતે બન્યા IAS ઓફિસર

બાળપણ માં બંગડીઓ વેચવા નું કામ કરતા હતા આ IAS ઓફિસર, પછી આવી રીતે બન્યા IAS ઓફિસર

આ દુનિયામાં અનેક પ્રકારના લોકો રહે છે, જેઓ સફળ થવા માટે સપના જોતા હોય છે. જોકે બહુ ઓછા લોકોના સપના પરિપૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને રમેશ ઘોલાપ નામના એક વ્યક્તિની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેઓએ ફક્ત સપના જોયા જ નહિ પણ તેને પરિપૂર્ણ પણ કર્યા. આજે આ વ્યક્તિની કહાની દરેક માટે પ્રેરણા બની ગઈ છે.

રમેશના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તે માતા સાથે બંગડીઓ વેચીને ગુજરાન કરતો હતો પણ તેણે ક્યારેય સપના જોવાના છોડ્યા નહોતા અને મહેનત પણ બંધ કરી નહોતી. જેનું આજે ફળ મળી ગયું છે અને રમેશ આઇએએસ ઓફિસર બની ગયો છે. તો ચાલો આપણે તેમના સંઘર્ષની કહાની વિશે જાણીએ.

તમને કહી દઈએ કે શરૂઆતમાં રમેશના પિતા ટાયર પંચરની દુકાન ચલાવતા હતા અને આજ પૈસાથી ઘર ખર્ચ ચાલતો હતો. જોકે તેઓને દારૂ પીવાની ખરાબ આદત હોવાને લીધે એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.

જેના પછી રમેશ ની માતાએ બે ટંક પેટ ભરવા અને ઘર ખર્ચ ચલાવવા માટે બંગડીઓ વેચવાનું કામ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન રમેશ અને તેનો નાનો ભાઈ માતાને ઘર કામ અને બંગડીઓ વેચવામાં મદદ કરતો હતો. જોકે ભગવાનને કંઇક અલગ પસંદ હતું. અચાનક એક દિવસ રમેશ પોલિયો રોગનો શિકાર બન્યો.

તમને જણાવી દઈએ કે રમેશ જે ગામમાં રહેતો હતો ત્યાં પ્રાથમિક સુધીનો અભ્યાસ જ ચાલુ હતો. જેના લીધે રમેશ આગળના અભ્યાસ માટે કાકા સાથે તેમના શહેરમાં ગયો હતો. રમેશ એ વાતને સારી રીતે જાણતો હતો કે તેમના પરિવારની ગરીબી ફક્ત અભ્યાસ દ્વારા જ પૂર્ણ કરી શકાય છે.

તમને કહી દઈએ કે રમેશ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. જેના લીધે શિક્ષકો પણ તેને અભ્યાસમાં મદદ કરતા હતા. જોકે આવામાં પિતાનું અવસાન થયું અને 12 ધોરણની પરીક્ષા આવી.. જેમાં રમેશે ખૂબ જ તૈયારી કરી હતી.

રમેશનો પરિવાર એટલો ગરીબ હતો કે તેની પાસે પિતાના અવસાન પછી તેમને મળવા માટે પૈસા પણ નહોતા. જોકે આજુબાજુના લોકોની મદદથી તે પિતાનું છેલ્લી વખત મોઢું જોઈ શક્યો હતો.

તેણે 12માં ધોરણમાં ખૂબ જ મહેનત કરીને 88 ટકા પ્રાપ્ત કર્યા હતા. જેના પછી તેને ડિપ્લોમાનો અભ્યાસ કરીને શિક્ષકની નોકરી પ્રાપ્ત કરી હતી. જોકે રમેશ આટલે રોકાયો નહી અને સિવિલ સર્વિસ ની પરીક્ષા આપી અને 2012માં અધિકારી બની ગયો હતો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM