માસુમ દેખાતું આ બાળક બની ગયો છે બોલિવૂડ અને ટોલિવૂડનો ખતરનાક વિલન…, શું તમે ઓળખ્યો??

ફિલ્મી દુનિયામાં જ્યારે કોઈ અભિનેતા એન્ટ્રી કરે છે તો તે હીરો બનવા આવે છે. તેમની ચાહ હોય છે કે લોકો તેને હીરો તરીકે પસંદ કરે. જોકે કેટલાક ડાયરેક્ટરને કોઈ ચહેરો હીરો કરતા વિલન તરીકે વધારે પસંદ આવે છે. તેવામાં હીરો બનવા આવેલ આ વ્યક્તિએ પણ ફિલ્મોમાં ગુંડા બનવું પડે છે.
એક આવા જ ફિલ્મી ગુંડા ની નાનપણ ની તસ્વીર આજે તમને દેખાડીએ. તમારા માટે આ ફોટો જોઇને હીરો ને ઓળખવો એ ચેલેન્જ છે. આ બાળકની માસુમિયત જોઈને તમારે અંદાજ લગાડવાનો છે કે એ ક્યો હીરો છે. આ હીરો હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મો પણ પ્રખ્યાત ગુંડો છે.
જો તમે તસવીરને ધ્યાનથી જોઈને ઓળખી ગયા છો તો તમે આ ચેલેન્જ માં પાસ થઈ ગયા. જો તમે વારંવાર જોયા પછી પણ આ બાળકને ઓળખી શક્યા નથી તો ચિંતા ન કરો અમે તમારી પરેશાની દૂર કરી દઈએ. આ બાળક અન્ય કોઈ નહીં પરંતુ અભિનેતા સોનુ સુદ છે. સોનુ સૂદ બોલીવુડ થી લઈને ટોલીવૂડમાં ખતરનાક ગુંડા નો રોલ કરી ચૂક્યા છે.
ફિલ્મોમાં તે ગુંડા તરીકે પાત્ર ભજવે છે પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ દયાળુ છે. તેમણે lockdown દરમિયાન લોકોની ખૂબ જ મદદ કરી હતી. આજ કારણે લોકો તેને મસિહા કહીને સંબોધે છે. તેના સેવાકીય કાર્યોને કારણે તેનું ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મોટું થઈ ગયું છે. તે ફિલ્મી હીરો નથી પરંતુ હવે તે લોકોની લાઇફમાં રીયલ હીરો બની ગયો છે.
સોનુ સૂદ ૪૮ વર્ષનો છે. તેનો જન્મ ૩૦ જુલાઇ ૧૯૭૩ ના રોજ પંજાબના મોગા માં થયો હતો. તે અભ્યાસ પછી નાગપુર જતો રહ્યો હતો. ખૂબ ઓછા લોકો જાણે છે કે પોતે પંજાબી હોવા છતાં પણ તેણે એક તેલુગુ યુવતી સાથે લગ્ન કર્યા છે. તેની પત્નીનું નામ સોનાલી છે. તેમના લગ્ન ૧૯૯૬માં થયા હતા અને તેમને બે બાળકો છે.
સોનુ માત્ર હિન્દી જ નહીં પરંતુ તેલુગુ તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરે છે. જો કે ફિલ્મોમાં તે મોટાભાગે વિલન તરીકે જોવા મળે છે. સોનું એક મોડેલ પણ રહી ચૂક્યો છે. તેણે ઘણી બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. તેણે મિસ્ટર ઈન્ડિયા પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો છે.
સોનુ સૂદે ખતરનાક વિલનની ભૂમિકા ઘણી ફિલ્મોમાં નિભાવી છે. ખાસ કરીને સલમાન ખાનની ફિલ્મ દબંગમાં તે ગુંડા તરીકે જોવા મળ્યો હતો. આ સિવાય તેને અરુંધતી ફિલ્મોમાં પણ વિલનની ભૂમિકા ભજવી હતી અને તેના માટે તેને સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો હતો. તેને સહાયક અભિનેતા તરીકે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
સોનુ ફિલ્મોમાં ગુંડા તરીકે કામ કરે છે પરંતુ રિયલ લાઇફમાં તે હીરો છે તે ગરીબોની મદદ કરવા માટે સુદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવે છે. કોરોના ના કારણે જે લોક ડાઉન જાહેર થયું હતું તેમાં જે લોકોએ પણ તેની મદદ માંગી તેણે તેને મદદ કરી હતી. સોનુએ કોઈપણ વ્યક્તિને નિરાશ કર્યો નથી લોકો ટ્વિટ કરીને તેની પાસેથી મદદ માંગતા અને સોનૂ સૂદ તેના ઘર સુધી મદદ પહોંચાડતો.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.