42 ડિગ્રી તાપમાનમાં ડિલિવરી કરી રહ્યો હતો Zomato boy…, ખબર પડી કે કોણ છે??, તો થવા લાગ્યો પૈસાનો વરસાદ

42 ડિગ્રી તાપમાનમાં ડિલિવરી કરી રહ્યો હતો Zomato boy…, ખબર પડી કે કોણ છે??, તો થવા લાગ્યો પૈસાનો વરસાદ

હાલ સુરજ થર્ડ ડિગ્રી ગરમી વરસાવી રહ્યો છે. ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઇ રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ જૂન મહિના જેવી ગરમી પડવા લાગી છે. વાતાવરણ સતત ગરમ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક લોકો એવા હોય છે જેમને મજબૂરીમાં પણ ઘરની બહાર નીકળવું પડે છે. રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ છે.

રણના વિસ્તારના કારણે અહીં ગરમી વધારે લાગે છે. આ ગરમીના કારણે કેટલાક લોકો બહાર નીકળવાનું પણ ટાળે છે જ્યારે કેટલાક લોકોને રોજીરોટી કમાવવા માટે તડકામાં પણ બહાર જવું પડે છે. ખાસ કરીને ફૂડ ડિલિવરી કરતા લોકોની હાલત ખરાબ થઈ જતી હોય છે. આવો જ એક ફૂડ ડિલિવરી બોય તડકામાં નીકળ્યો હતો. જ્યારે તેના વિશે સત્ય વાત ખબર પડી તો લોકોએ તેના પર પૈસાનો વરસાદ કરી દીધો.

આ ઘટના રાજસ્થાનના ભીલવાડા ની છે. અહીં પ્રચંડ ગરમી પડી રહી છે. બહાર નીકળતા લોકો ગરમીથી બેહાલ થઇ જાય તેવી સ્થિતિ છે. પરંતુ કેટલાક લોકોને મજબૂરીમાં પણ તડકામાં કામ કરવું પડે છે. ભીલવાડા માં એક ડીલેવરી બોય 42 ડિગ્રી તાપમાનમાં લોકો નો ઓર્ડર તેના ઘર સુધી પહોંચાડી રહ્યો છે. આ વ્યક્તિ ઝોમેટો કંપનીમાં કામ કરે છે.

11 એપ્રિલ ના રોજ આદિત્ય શર્મા નામના યુવકે પોતાના માટે ફૂડ ઑર્ડર કર્યું હતું. તેનો ઓર્ડર ટાઈમ પર પહોંચી ગયો. જ્યારે તે પોતાનું ભોજન લેવા બહાર નીકળ્યો તો એક ડીલીવરી બોય સાયકલ લઈને બહાર ઉભો હતો. તે સાઇકલ લઇને લોકો નો ઓર્ડર તેના ઘર સુધી પહોંચાડી રહ્યો હતો.

આદિત્ય પોતાનો ઓર્ડર લીધો અને તે વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી. જ્યારે તેને તે વ્યક્તિનું સત્ય ખબર પડી તો તે પણ આશ્ચર્યમાં પડી ગયો. તે વ્યક્તિ એક અંગ્રેજીનો ટીચર હતો. પરંતુ કોરોના ના કારણે તેની નોકરી જતી રહી. ત્યાર પછીથી તે food delivery કરવાનું કામ કરી રહ્યો છે.

દુર્ગાશંકર નામનો વ્યક્તિ ડીલીવરી બોય છે. તેને કંપની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા મળે છે. પરંતુ એટલામાં તેના પરિવારનો ખર્ચ નીકળતો નથી. બાળકોના ઓનલાઇન અભ્યાસ માટે તેને લેપટોપ પણ ખરીદ્યું. તેની નોકરીના કારણે જેમ તેમ કરીને તેનો ખર્ચ ચાલે છે.

જ્યારે આદિત્યને આ ડીલેવરી કરનાર વ્યક્તિની હાલત વિષે ખબર પડી તો તેનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. આદિત્ય તેની મદદ કરવાનું નક્કી કર્યું અને સોશિયલ મીડિયા ના માધ્યમ થી તેણે સમગ્ર ઘટનાને લોકો સાથે શેર કરી.

સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થતાની સાથે જ લોકો એ આ ટીચર ને મદદ કરવાની શરૂઆત કરી દીધી. આદિત્ય ટીચર માટે 75 હજાર રૂપિયા એકઠા કરવાનું વિચાર્યું. પરંતુ ત્રણ કલાકમાં જ આ વ્યક્તિ માટે દોઢ લાખ રૂપિયાની મદદ એક થી થઈ ગઈ.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM