અરે બાપ રે..!, સૌરાષ્ટ્રનો આ મોટો ડેમ ઓવરફ્લો થતાં 10 ગામોને આપવામાં આવ્યું મોટું એલર્ટ.., તોફાની વરસાદને કારણે ડેમમાંથી છોડાયું એટલું બધું પાણી કે.., ખેડૂતો ખાસ વાંચે.!

અરે બાપ રે..!, સૌરાષ્ટ્રનો આ મોટો ડેમ ઓવરફ્લો થતાં 10 ગામોને આપવામાં આવ્યું મોટું એલર્ટ.., તોફાની વરસાદને કારણે ડેમમાંથી છોડાયું એટલું બધું પાણી કે.., ખેડૂતો ખાસ વાંચે.!

હવામાન વિભાગની આગાહીને લઈને ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના જિલ્લાની અંદર પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. એમ જ ઘણી જગ્યા ઉપર ખૂબ જ ભારે અને અતિશય 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડા વિસ્તારની અંદર ભારે વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે અને નદીઓ ગાડીતૂર બની છે.

સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે અને ઘણી જગ્યા ઉપર હતી ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટી પણ વધી છે. વાત કરીએ તો, ભાવનગર જુનાગઢ અમરેલી રાજકોટ અને મોરબી ની આસપાસના તમામ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ નોંધાવવાના કારણે મોટાભાગની નદીઓ પણ બે ફાટ રીતે વહી રહી છે.

ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને મહુવાનો માલણ ડેમ પણ ઓછો થયો છે અને નીચાણ વાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. મહુવા તાલુકાની અંદર આવેલા મોટા ખુટવડ ગામની પાસે માલણ નદી વહી રહી છે. આ નદીના ઉપરવાસની અંદર સિંચાઇ યોજના તેમજ ડેમ બનાવવામાં આવ્યો છે. જેની અંદર સો ટકા પાણીનો સંગ્રહ થયો છે અને તેના ઉપર ઓવરફ્લો થઈને ડેમમાંથી પાણી વહી રહ્યું છે.

નીચાણ વાળા વિસ્તારને પણ અત્યારે એડ કરી દેવામાં આવ્યા છે અને કુલ 10 જેટલા ગામોને પણ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખુટવડ ગોરજ સાંગણીયા કુંભણ નાના જાદરા લઘુપરા તાવેડ મહુવા ગામનો સમાવેશ થાય છે. તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પાઠ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ અવાર-જવર ના કરે તે માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે અને તેનાથી કોઈપણ પ્રકારની મોટી જળ સમસ્યા ન થાય તે માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

ડેમની અંદરથી વહેતું પાણી નીચેવાળા વિસ્તારના ગામડા ની અંદર ઘૂસી જવાની પણ આશંકા રહેલી છે અને ડેમની અંદર ખૂબ જ વધારે પાણી હોવાને કારણે પાણીની પણ આવક વધારે થઈ રહી છે. નદીઓ પણ ગાંડીતુર બની છે હજુ પણ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો નથી તેમ જ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં ખૂબ જ ઓછી માત્રામાં વરસાદ પડ્યો છે

ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતો મેઘરાજા ક્યારે ધૂમ મચાવી દે તેવી રાહ જોઈને બેઠા છે. હકીકતમાં આ વર્ષે પણ વરસાદ ખૂબ જ વધારે અનિયમિત સાબિત થયો છે અને અમુક જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે તેમજ અમુક જિલ્લાની અંદર પણ સાવ નહિવત પ્રમાણમાં વરસાદ પડ્યો છે. અવારનવાર વરસાદને હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી રહી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM