કતલ ખાનામાં કસાઈએ, તે દિવસે પાડાની આંખમાં જે જોયું, સત્ય ઘટના વાંચી ને ચોકી જશો..

કતલ ખાનામાં કસાઈએ, તે દિવસે પાડાની આંખમાં જે જોયું, સત્ય ઘટના વાંચી ને ચોકી જશો..

સૌરાષ્ટ્રની જમીન પ્રાચીન સમયથી રહસ્યો અને ધાર્મિક ક્રિયાઓને લીધે અગ્રેસર રહ્યું છે. આજે અમે તમને સૌરાષ્ટ્રના સતાધાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. આ સ્થાન તેમના આધ્યાત્મિક ઇતિહાસના લીધે આખી દુનિયામાં ફેમસ છે.

અહીંની આપાગીગાની સમાધિ અને અહીંના પાડાને પીર તરીકે પૂજવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આપાગીગાનો જન્મ સૌરાષ્ટ્ર માં થયો હતો અને તેમના સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પ્રભાવ પડ્યો હતો. જેના પછી તેઓએ તેમની માતા સહિત બંનેએ સ્થાનાતર કરવું પડ્યું હતું.

આ પછી તેઓ ચલાળા ગામમાં આવ્યા હતા. જ્યાં તેઓને દાનાબાબુ નામના વ્યક્તિએ તેમને આશ્રય આપ્યો હતો. જેના પછી આપાગીગા અને તેમની માતાએ આ ઉપકાર માથે ચઢાવ્યો હતો અને આખું જીવન તેમની સેવામાં સમર્પિત કરી દીધું હતું. જોકે દાનાબાબુ પણ આપાને દીકરા તરીકે ઉછેર કરતા હતા.

શરૂઆતના સમયથી જ દાનાબાબુ એક ગૌશાળા ચલાવતા હતા અને આપા પણ આખો દિવસ ગાયો પાસે સમય પસાર કરતા હતા અને તેમની એવા કરતા હતા. આ દરમિયાન આપાના મોઢા પર દાનાબાબુ નું નામ રહેતું હતું. જેના લીધે તેઓ આખો દિવસ ભક્તિમય વાતાવરણ માં દિવસ પસાર કરતા હતા.

એક સમયે પાળિયાદના આશ્રમના આપાવિસામણ ચલાળાના આશ્રમમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ આપાને મળ્યા હતા અને તેઓને આપામાં એક અદ્ભુત શક્તિ દેખાઈ હતી. જેના પછી આપાવિસામણએ આપાને એક વાત કહી હતી. જેને આપા સમજી શક્યા ના હતા અને તેઓએ દાનાબાબાને તેનો અર્થ પૂછ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું કે આપા, તમે મારા કરતાં સવાયા બનશો અને તમારી લોકો દેવની જેમ પૂજા કરશે.

જેના પછી દાનાબાબુની આજ્ઞા માનીને આપાએ સતાધાર માં એક સ્થાનની રચના કરી હતી. જ્યાં બીમાર લોકોને દવાઓ, રોગીઓને ઉપચાર, ભૂખ્યા લોકોને ભોજન આપવાનું કામ કરવામાં આવતું હતું. આ ધાર્મિક કામને લીધે આપા ની ચારેબાજુ ચર્ચાઓ થવા લાગી હતી. આ કામ આજે બે સદીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અવિરતપણે ચાલુ છે. આ સમય દરમિયાન સેવા કાર્યો કરતા કરતા જ આપાગીગા નું નિધન થયું હતું. ત્યારબાદ શ્યામજી બાપુએ ગાદી સંભાળી હતી. તેમના હાથ નીચે આજે સેવામાં વધારો થયો છે અને લોકો તેમના આશ્રયમાં આવીને તેમના દુઃખ દૂર કરે છે.

આ શ્યામજી બાપુ સાથે સતાધારના પાડાની કથા જોડાયેલી છે. હકીકતમાં આ પાડા સાથે જે બન્યું હતું, તે આજે પણ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘટના શ્યામજી બાપુના સમયની છે. એક વખત શ્યામ બાપુજીને અલ્હાબાદના કુંભ મેળામાં બધા સાધુ સંતો દ્વારા હાથી સવારી કરવાની તક આપવામાં આવી હતી. જે બહુ ઓછા લોકોને આપવામાં આવે છે. તેઓ વર્ષ 1983માં દેવલોક પામ્યા હતા અને તેમની સમાધિના આજે પણ દર્શન કરવામાં આવે છે.

હકીકતમાં મહંત શામજી બાપુએ સતાધારનો એક પાડો અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના નેસડી ગામે આપ્યો હતો. આ પાડાનું શરીર એકદમ અલૌકિક હતું. તેને જોઈને એવું લાગતું હતું કે કોઈ દિવ્ય શક્તિ તેનામાં જીવંત હોય. શ્યામજી બાપુએ જીવનમાં કોઇદિવસ પ્રાણી પર અત્યાચાર થવા દીધો નહોતો. આવામાં તેઓએ આ પાડો આપતા પહેલાં એક શરત આપી હતી કે જો પાડાનું પાલન પોષણ કરવું મોંઘુ પડે તો તેને અહીં સતાધારમાં પરત મૂકી જવો.

આ વાતને ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને નેસડી ગામની પેઢી પણ બદલાવવા લાગી. જેના પછી તેઓ શ્યામજી બાપાના વચનને ભૂલી ગયા અને પાડો રખડતો થઇ ગયો. આ પાડો અહીંથી રાજકોટ આવ્યો, ત્યારબાદ સુરત અને પછી ત્યાંથી તેને મુંબઈ કતલખાનામાં લઈ જવામાં આવ્યો.

કતલખાનામાં જતા જ પાડાનું મૃત્યુ નિશ્ચિત હતું. પંરતુ ત્યાં કંઇક અલગ થયું. હકીકતમાં આ પાડાને કાપવા માટે કરવત ચલાવવામાં આવી હતી પમેતું કરવત ના ટુકડા થઈ ગયા પણ પાડાને કંઈ થયુ નહોતું. જેને જોઈને લોકો અચરજ પામી ગયા હતા. આ સિવાય બીજો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પંરતુ પાડાને સહેજ પણ ઇજા થઈ નહોતી.

આ પછી ત્યાં હાજર લોકોને લાગવા લાગ્યું કે આ પાડો કોઈ સામાન્ય પાડો નથી પંરતુ તેમાં કોઈ દૈવીય શકતી હોઈ શકે છે. જેના પછી તે પાડો ક્યાંથી આવ્યો તેની શોધખોળ કરવામાં આવી. જેના પછી જાણવા મળ્યું કે આ પાડો સતાધારનો છે.

જે પછી તેને સતાધાર લઈ જવામાં આવ્યો અને ત્યાં શ્યામજી બાપુ ઉપસ્થિત હતા અને તેઓને કસાઇએ બધી જ વાતો કહી. ત્યારબાદ શ્યામજી બાપુએ તેને ત્યાં જ રહેવા દેવા જાણ કરી અને તેઓને રવાના થવા કહ્યું. આવામાં જ્યારે કસાઇ એ છેલ્લી વખત પાડાની આંખમાં જે જોયું તે એકદમ દૈવીય હતું. હકીકતમાં આ પાડાની આંખમાં એકદમ પ્રકાશ જોવા મળ્યો હતો. જે બીજે ક્યાંય પણ કોઈ પ્રાણી માં દેખાયો નહોતો. જેના પછી આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઇ અને લોકો તેને પૂજવા લાગ્યા. જોકે આજે શ્યામજી બાપુની સાથે આ પાડાની પણ સમાધિ બનાવવામાં આવી છે, જેના પ્રત્યે લોકોને ખૂબ આસ્થા છે અને દર વર્ષે હજારો લોકો તેમના દર્શન કરવા જાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM