સરદાર સરોવર ડેમ માંથી સતત પાણી છોડવામાં આવતા, આ ગામની અંદર વાગી ખતરાની ઘંટી.., એક સાથે એડેમના એટલા બધા દરવાજા ખોલવામાં આવ્યા કે.., થઈ જજો સાવધાન.!

સરદાર સરોવર ડેમ માંથી સતત પાણી છોડવામાં આવતા, આ ગામની અંદર વાગી ખતરાની ઘંટી.., એક સાથે એડેમના એટલા બધા દરવાજા ખોલવામાં આવ્યા કે.., થઈ જજો સાવધાન.!

ગુજરાત રાજ્યની અંદર અવિરત ભારે વરસાદ જોવા મળ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમની અંદર પણ દિવસ અને દિવસે જળ સપાટી સતત વધી રહી છે. ઉપરવાસની અંદર ભારે પાણીની આવક થવાને કારણે સરદાર સરોવર ડેમની અંદર સતત પાણી વધી રહ્યું છે અને સરદાર સરોવર ડેમની અંદરથી પાણી છોડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધી તંત્ર દ્વારા આ ડેમની અંદરથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. ડેમની અંદર અત્યાર સુધીમાં 5,88 ૦૦૦ ક્યુસેક પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે અને તેમની સપાટીની અંદર પણ થોડો ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. સરદાર સરોવર ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 134 મીટર ઉપર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમની અંદર ઉપરવાસમાં પાણીની આવકને કારણે નર્મદા ડેમની અંદરથી પાણી છોડવાની ફરજ પડી રહી છે

મધ્યપ્રદેશની અંદર આવેલા ઓમકારેશ્વર ડેમની અંદર સતત પાણીની આવક થઈ રહી છે. તેના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સતત સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે. મિત્રો ખાસ તમને એ જણાવી દેવામાં આવે કે સરદાર સરોવર ડેમની અંદર આવેલા 23 જેટલા દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે અને 3.25 મીટર જેટલા દરવાજા ખોલતાં નદી ની અંદર ભારે પાણીની આવક થઈ છે

સરદાર સરોવર ડેમના દરવાજામાંથી પાવર હાઉસની અંદર ટોટલ પાંચ લાખ ૭૨ હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે જેને કારણે નર્મદા નદી ની અંદર છોડવામાં આવતા પાણીને લીધે નીચાણવાળા વિસ્તારની અંદર પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ તંત્ર દ્વારા પણ ખૂબ જ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વડોદરા સહિતના ભરૂચના નીચેવાળા વિસ્તારના ગામડાઓની અંદર એલર્ટ કરવામાં આવ્યા છે

હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આવનારા પાંચ દિવસ રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદની આગાહી યથાવત રહેશે. આવનારા 24 કલાક ભારે થી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા કેટલાક દિવસોથી ખૂબ જ ભારે વરસાદની આવક થઈ રહી છે

ઉત્તર ગુજરાતની અંદર આવેલા બનાસકાંઠા સાબરકાંઠા અને આડી જિલ્લાની અંદર ભારે વરસાદની આવક થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ભરૂચ સહિત સુરતની અંદર પણ ભારે વરસાદની આવક થઈ રહી છે. અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ પડી ચૂક્યો છે અને સૌથી વધારે કચ્છની અંદર વરસાદ પડ્યો છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM