નવાબી ઠાઠ છોડી સારા અલી ખાન પહોંચી ગામડે…, લોકોએ કહ્યું ” અમારા દિલની રાણી હો તુમ સારા… “

નવાબી ઠાઠ છોડી સારા અલી ખાન પહોંચી ગામડે…, લોકોએ કહ્યું ” અમારા દિલની રાણી હો તુમ સારા… “

બોલિવૂડની સૌથી ચુલબુલી અને શરારતી અભિનેત્રી સારા અલી ખાન પોતાની એક્ટિંગથી ખૂબ ઓછા સમયમાં નામના કમાઈ ચુકી છે. સારા ફિલ્મી દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના સુંદર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ તેની નવી તસવીરો શેર કરી હતી જેમાં તે બકરી ચરાવતી અને ટ્રેકટર ચલાવતી જોવા મળે છે.

સારા અલી ખાનની જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે સારા ગામમાં ખેતી કરી રહી છે. તેણે 3 ફોટો શેર કરી છે. પહેલા ફોટોમાં તે સલવાર શૂટમાં જોવા મળે છે. તે ખૂબ સુંદર અને અલગ દેખાઈ રહી છે. અન્ય એક તસવીરમાં તે બકરી ચરાવતી જોવા મળે છે. ગામમાં સામાન્ય રીતે આવા જ સલવાર શૂટ પહેરવામાં આવે છે.

આ તસવીરમાં સારા એકદમ બિંદાસ્ત રીતે સ્ટાઈલમાં ટ્રેકટર પર બેઠી છે. સારાના આ લુકને જોઈને કોઈ કહી શકે નહીં કે તે નવાબી ખાનદાનમાંથી છે. સાલા સલવારમાં એકદમ દેશી કુડી લાગી રહી છે. સારાએ આ તસવીરો શેર કરીને લખ્યું છે કે, બકરી ચરાવવી, ટ્રેકટર ચલાવવું… વોઝ ઈટ જસ્ટ ફોટો કા બનાના ઓર સારા વિશીંગ ઈટ વોઝ અ ડિફરન્ટ ઝમાના…

સારા આ તસવીરોમાં ખૂબ જ મજા કરતી જોવા મળે છે. તેને જોઈને લોકો તેના ભરપુર વખાણ કરી રહ્યા છે. લોકો તેના વખાણ કરતાં પોતાને રોકી શકતા નથી. સારાની પોસ્ટ પર ફેન્સથી લઈ સ્ટાર્સ સુધીના લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું છે કે, અમારી દેશી ક્વીન.. જ્યારે અન્ય એક ફેને લખ્યું છે અમારા દિલની રાણી છો તુ

વર્ક ફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં જ ફિલ્મ અતરંગી રેમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની અદાકારીના લોકો વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ જોવા મળ્યો હતો.

આ ફિલ્મનું ગીત ચકા ચક ધૂમ મચાવી રહ્યું છે. હાલ સારા ઈંદોરમાં તેની આગામી ફિલ્મ લુકા છુપી 2 નું શૂટિંગ કરી રહી છે. તેમાં તેની સાથે વિક્કી કૌશલ જોવા મળશે. ફિલ્મોની સાથે સારાની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી છે.

સારાનું નામ સુશાંત સિંહ રાજપૂત અને કાર્તિક આર્યન સાથે જોડાઈ ચુક્યું છે. હાલ સારા અને જેહન હાંડાના અફેરની પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. જણાવી દઈએ કે જેહન ફિલ્મ કેદારનાથના આસિસ્ટેંટ ડાયરેક્ટર હતો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM