સાળીઓએ જીજાજીના મોજડી ચોરવા કર્યો વિચિત્ર જુગાડ..!, વીડિયો જોઈ હસી હસી લોટપોટ થઇ ગયા લોકો.., જોવો વિડીઓ

સાળીઓએ જીજાજીના મોજડી ચોરવા કર્યો વિચિત્ર જુગાડ..!, વીડિયો જોઈ હસી હસી લોટપોટ થઇ ગયા લોકો.., જોવો વિડીઓ

લગ્ન એવું ફંકશન હોય છે જેમાં દરેક વ્યક્તિને મજા આવે છે. ભારતમાં લગ્ન કોઈ તહેવારથી ઓછો નથી હતો. જે ઘરમાં લગ્ન હોય ત્યાં બધી જ વિધિ ધામધૂમથી કરવામાં આવે છે. આ દરમિયાન કેટલીક ઈમોશનલ મોમેન્ટ પણ જોવા મળે છે તો કેટલીકવાર મસ્તીભરી મોમેન્ટ કેમેરામાં કેદ થાય છે. વર અને કન્યા પક્ષ વચ્ચેની મીઠી તકરાર પણ લગ્નમાં જોવા લાયક હોય છે.

ટુંકમાં કહીએ તો લગ્ન યાદગાર બની જાય છે. આમ તો લગ્નમાં અનેક વિધિ હોય છે જે દરેક લગ્નમાં એક સમાન જોવા મળે છે. તેમાં સૌથી મજેદાર વિધિ હોય છે જુતા ચોરવાની. આ દરમિયાન સાળી પોતાના જીજાજીના જૂતા ચોરે છે. જૂતા પાછા આપવાના બદલામાં જીજાજી પાસેથી સાળીઓ પૈસા લેતી હોય છે. લગ્ન દરમિયાન વર પક્ષના લોકો જૂતાને બચાવવાનો પ્રયત્ન કરે છે અને કન્યા પક્ષ તેને ચોરવાનો. આ બધું જ જોવાની મજા મહેમાનોને ખૂબ આવે છે.

જો કે ઘણીવાર જૂતા ચોરવા દરમિયાન ઝપાજપી થઈ જતી હોય છે. હાલ વાયરલ થયેલા વીડિયોને જ જોઈ લો. લગ્ન દરમિાયન જૂતા ચોરવાની વિધિ જાણે યુદ્ધ હોય તેમ વર અને કન્યા પક્ષના એકબીજા પર તુટી પડે છે. આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જૂતા ચોરવાની રસમ કરવા માટે સાળીઓએ જીજાજીને એવા ફસાવ્યા કે તે પણ જોતા જ રહી ગયા.

આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા, દુલ્હનની જયમાલાની વિધિ થાય છે અને પછી બંને સાથે પરિવારના સભ્યો સ્ટેજ પર બેસીને ફોટો પડાવતા હોય છે. આ ફોટોસેશન ચાલતું હોય છે તે દરમિયાન એવું કંઈક થાય છે જેને જોઈ લોકો હસી પડે છે.

સ્ટેજ પર જ્યારે દુલ્હનનો પરીવાર આવે છે ત્યારે તેમાં વધારે દુલ્હનના ભાઈ અને બહેન હોય છે. જ્યારે ફોટોગ્રાફર ઈશારો કરે છે કે ફોટો ક્લીક થઈ ગયો કે તુરંત જ દુલ્હનનો ભાઈ એક્શનમાં આવી જાય છે અને જીજાજીના પગમાંથી જૂતા ઉતારવા લાગે છે. જીજાજીની આસપાસ ફોટો ક્લિક કરાવવા બેઠેલી સાળીઓ પણ જીજાજી પર તુટી પડે છે. થોડી જ વારમાં દુલ્હનનો ભાઈ જુતા ઉતારી લે છે. આ વીડિયો ઈંસ્ટાગ્રામ પર ધ વેડીંગ બ્રિગેડ નામના અકાઉંટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM