40 વર્ષ જુના સફેદ ડાઘ કેમ ના હોઈ…, આ તેલ છે તેનો રામ બાણ ઉપાય.., જાણીલો આ ઉપાય..

40 વર્ષ જુના સફેદ ડાઘ કેમ ના હોઈ…, આ તેલ છે તેનો રામ બાણ ઉપાય.., જાણીલો આ ઉપાય..

ચામડી પર થતા સફેદ ડાઘ એક પ્રકારનો રોગ છે. જેને સામાન્ય વાતચીતની ભાષામાં કોઢ, કુષ્ઠ રોગ કહેવાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની કુલ વસ્તીના 25 ટકા લોકો આ સમસ્યાીથી પીડાય છે. જ્યારે ભારતમાં 5 કરોડ લોકો આ સમસ્યા ધરાવે છે. શરીર પર પહેલા તો નાના ડાઘ જોવા મળે છે પરંતુ તે ધીરેધીરે મોટા થઈ જાય છે.

આ સમસ્યામાં દર્દીને ત્વચા પર ખંજવાળ, બળતરા કે અન્ય કોઈ તકલીફ થતી નથી. પરંતુ શરીર પર થયેલા સફેદ ડાઘ વ્યક્તિમાં લઘુતાગ્રંથીને જન્મ આપે છે. આ તકલીફ જેને હોય છે તે જાહેરમાં લોકો સામે આવતા પણ સંકોચ અનુભવે છે. તેવામાં એક ખાસ પ્રકારનું તેલ આ તકલીફને દૂર કરે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ તેલ સપ્ત તેલ છે.

સપ્ત તેલથી 30, 40 વર્ષ જૂના સફેદ ડાઘ પણ દૂર થયાના દાખલા જોવા મળ્યા છે. તો જો તમને કે તમારા કોઈ પરીચિતને આ સમસ્યા હોય તો તમે પણ આ અદ્ભૂત તેલનો ઉપયોગ કરી શકો છો.

  • સપ્ત તેલ માટે જરૂરી સામગ્રી
  • તકમરીયાનું તેલ 10 મિલી
  • ચલ મોગરા તેલ 10 મિલી
  • લવિંગનું તેલ 10 મિલી
  • તજનું તેલ 10 મિલી
  • તારપીન તેલ 10 મિલી
  • સફેદ મરચાંનું તેલ 20 મિલી
  • લીંબડાનું તેલ 40 મિલી

સપ્ત તેલ તૈયાર કરવાની વિધિ અને તેનો ઉપયોગ કરવાની રીત : સપ્ત તેલ બનાવવાની રીત ખૂબ જ સરળ છે. ઉપરોક્ત બધા જ તેલને એક સાથે ભેળવી અને બોટલમાં ભરી લો. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લો. આ તેલને સવારે અને સાંજે જ્યાં ડાઘ હોય ત્યાં લગાવો અને માલિશ કરો. વર્ષો જૂના સફેદ ડાઘ પણ તેનાથી એકદમ દૂર થવા લાગે છે.

જો કે આ તેલનો ઉપયોગ 4થી 7 મહિના સુધી કરવો જરૂરી છે. એટલે પ્રયોગ શરુ કરો અને તુરંત પરિણામ જોવા મળે નહીં તો નિરાશ થઈ જવું નહીં. આ પ્રયોગને સતત કરતા રહેવું. જો આ તેલથી ત્વચા પર કોઈ તકલીફ થાય તો તેમાં 50 મિલી નાળિયેરનું તેલ ઉમેરી દેવું. તેનાથી રાહત મળશે. આ સિવાય નીચે દર્શાવેલી વાત પર પણ ધ્યાન આપવું જેથી તેલની અસર ઝડપથી થાય છે.

1. જો સફેદ ડાઘને લઈ તમે ઈલાજ દરમિયાન પણ સ્ટ્રેસમાં રહેશો તો તેની કોઈ અસર થશે નહીં. ટેન્શન ફ્રી રહેવા માટે યોગ, ધ્યાન, બ્રીધિંગ એક્સરસાઈઝ કરો. તમે તેના માટે નિષ્ણાંતની મદદ લઈ શકો છો.

2. આ તેલ ઉપરાંત તમે 2 ચમચી ચંદન પાવડર, 1 ચમચી બદામનું તેલ અને અડધી ચમચી હળદર મિક્સ કરો અને આ મિશ્રણને પણ સફેદ ડાઘ પર લગાવી શકો છો. દિવસમાં 2 વખત કરવાથી ફાયદો થાય છે.

3. અખરોટનો પાવડર કરી તેમાં પાણી મિકસ કરી પેસ્ટ તૈયાર કરો. તેને દિવસમાં 3 વખત સફેદ ડાઘ પર લગાવો. તેનાથી થોડા દિવસમાં લાભ થવા લાગશે.

4. અડધો કિલો હળદરને 8 લીટર પાણીમાં રાત્રે પલાળી દો. સવારે તેને ઉકાળો. પાણી અડધું થઈ જાય પછી તેમાં અડધો કિલો સરસવનું તેલ ઉમેરો. ત્યારબાદ ફરી તેને ઉકાળો જ્યાં સુધી પાણી બળી જાય અને તેલ જ બાકી રહે. આ તેલને દિવસમાં 2, 3 વખત ડાઘ પર લગાવો.

5. સફેદ ડાઘ પર મૂળાના બી પણ અસર કરે છે. તેના માટે 40 ગ્રામ મૂળાના બીનો પાવડર લઈ તેને વિનેગરમાં રાત્રે પલાળી દો. હવે તેને સવારે સ્કીન પર લગાવો. આમ કરવાથી પણ સફેદ ડાઘ દૂર થાય છે.

6. સફેદ ડાઘ પર 2 ચમચી તુલસીનો રસ અને 1 ચમચી લીંબુનો રસી મીક્સ કરીને લગાવી શકાય છે. 7. લીમડાના પાનને પીસી તેનો રસ કાઢી લો. 2થી 3 ચમચી જેટલા રસમાં 1 ચમચી મધ ઉમેરી મિક્સ કરો અને તેનો ઉપયોગ દિવસમાં 3 વાર કરો. તે બ્લડ પ્યોરીફાયર તરીકે કામ કરે છે.

8. જ્યારે પણ તડકામાં બહાર જાવ ત્યારે સન્સક્રીમ લગાવવાનું ભુલવું નહીં. તેનાથી સન ડેમેજ અને સનબર્ન થશે નહીં જે ડાઘને વધતા રોકે છે. 9. તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી પણ સફેદ ડાઘ મટે છે. તરબૂચના બી, કોળાના બી, આદુ, સુકા ટામેટા ખાવાથી પણ શરીરમાંથી તાંબાની ઊણપ દૂર થાય છે. 10. 1 ચમચી આદુના રસમાં 2 ચમચી લાલ માટી મિક્સ કરીને સફેદ ડાઘ હોય ત્યાં લગાવી 2 મિનિટ મસાજ કરો. તેનાથી નવી ત્વચાનું નિર્માણ થાય છે.

સફેદ ડાઘ થવાના કારણો :- – વિરોધ આહાર કરવાથી,  – ડાયાબિટીસ, હાઈપોથાઈરોઈડ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાના કારણે, – પરસેવો નીકળવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે ત્યારે, – કમળો અથવા લીવરમાં તકલીફ હોય ત્યારે, – પેટમાં કૃમિના કારણે ,- સૂર્યના તડકાના કારણે, – 30 ટકા લોકોમાં આ સમસ્યા વારસાગત હોય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM