સાતમ આઠમ ઉપર ફરવા જતા લોકો ચેતી જજો..!, આ જગ્યાએ તોફાની વરસાદ પડતા હાઇવે ઉપર ભરાયા ઘૂંટણ સમા પાણી…, આ હાઇવેને તાત્કાલિક કરાયો બંધ…

સાતમ આઠમ ઉપર ફરવા જતા લોકો ચેતી જજો..!, આ જગ્યાએ તોફાની વરસાદ પડતા હાઇવે ઉપર ભરાયા ઘૂંટણ સમા પાણી…, આ હાઇવેને તાત્કાલિક કરાયો બંધ…

ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ઘણી જગ્યા ઉપર ભારે વરસાદના કારણે હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા હતા, વાહન ચાલકોને ખૂબ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા અને માર્ગોની ઉપર વાહનોના થપ્પા લાગતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી ભારે વરસાદી માહોલ રહેશે. તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ આવનારા બે દિવસ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડશે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં પાલનપુર આબુ રોડ હાઈવે ૯ કલાકથી પણ બંધ થયો છે અને વરસાદી પાણીનો નિકાલ ના થતો હોવાને કારણે કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ને પાણીને નિકાલની સૂચના આપી છે.

જો પાણીનો નિકાલ નહીં થાય તો પોલીસ ફરિયાદ પણ થઈ છે. વધુમાં સુરતની અંદર પણ અસરગ્રસ્ત બન્યું છે. જેમાં સ્ટેટ હાઇવે 65 નંબર ઉપર પાણી ભરાતાની સાથે કિમ અને માંડવી જોડતા હાઇવે ઉપર ટ્રાફિક જામ ના રસ્તો સર્જાયા હતા. સુરત જિલ્લાની અંદર આવેલા માંગરોળ તાલુકાના પાલોડ અને કીમ ચોકડી વિસ્તારની અંદર પાણી ભરાયા હતા અને કીમતી માંડવીને જોડતો સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણીની અંદર ગરકાઓ થઈ ગયો. તંત્ર દ્વારા યોગ્ય રીતે પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે

તોફાની વરસાદના પાણી ભરાતા ની સાથે વાહન ચાલુ કરીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહ જ લોકોના હાઇવે બ્રેક ડાઉન થઈ રહ્યા છે અને સુરત કડોદરા ને જોડતો હાઇવે પણ બે કિલોમીટર થી પણ લાંબો ટ્રાફિક ચક્કા જામ જોવા મળ્યા હતા. બનાસકાંઠા ની અંદર આબુરોડ થી અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા હતા અને છ કલાકથી પાલનપુર આબુ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના લીધે છ કલાકથી અનેક નાના-મોટા વાહનોની ઉપર અટવાયા હતા.

માંગરોળના શેરીયાઝ કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા હતા તેને કારણે કોઝવે વરસાદી પાણીની અંદર ગડકાવ થઈ ગયા હતા અને વાહનચાલકો મુશ્કેલી માં પડી રહી હતી. અવિરત ભારે વરસાદથી માંગરોળ તાલુકાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચ ની અંદર આવેલા પણસોલી ગામે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. પાનસોલી અને સિનાળા ગામને જોડતા નાણાની ઉપર પણ પાણી ભરાયું હતું.

ભારે વરસાદના કારણે નદીની અંદર નવા નિર્માણ આ વખતે મહીસાગર ની અંદર આવેલા ખાનપુર નો ભાદર ડેમ 85 પર 68% ભરાઈ ગયો છે અને અમરેલી ની અંદર આવેલા વડીયા નો સુરવા ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે. મહીસાગર જિલ્લાની અંદર આવેલા કડાણા ડેમની અંદર પણ પાણીની આવક થઈ રહી છે અને સરદાર સરોવરની પાણીની આવક વધતા 6,53,000 પાણીની આવક સામે પાંચ લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM