રેલવેના સીનનું શૂટિંગ કરવા માટે મેકર્સને કેટલું ભાડું ચુકવવું પડે છે??, ભાડું જાણી છૂટી જશે પરસેવો,….

રેલવેના સીનનું શૂટિંગ કરવા માટે મેકર્સને કેટલું ભાડું ચુકવવું પડે છે??,  ભાડું જાણી છૂટી જશે પરસેવો,….

હિન્દી ફિલ્મોમાં ઘણી વાર ટ્રેનમાં મુસાફરી, રેલવે સ્ટેશનના સીન વગેરે દેખાડવામાં આવે છે. આ સીનના કારણે ફિલ્મી શોભા વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેન કે સ્ટેશન પર શૂટિંગ કરવા માટે રેલવે વિભાગ શું ભાડું લે છે ?

પૂછા લોકોના મનમાં આવો વિચાર આવ્યો હશે તો તમને જણાવી દઈએ કે રેલવે વિભાગ શૂટિંગ કરવા માટે ફિલ્મ મેકર્સ પાસેથી પૈસા લેતા હોય છે. તો ચાલો હવે જાણીએ કે રેલવે વિભાગ કયા હિસાબથી પૈસા લેતા હોય છે.

બોલિવૂડમાં વર્ષોથી ફિલ્મોમાં ટ્રેનનો ઉપયોગ થતો આવ્યો છે. દાયકાઓ પહેલાની ફિલ્મ હોય કે આજની આધુનિક ફિલ્મો ઘણી વખત અહીં ટ્રેનના સીન દેખાડવામાં આવે છે. ફિલ્મોમાં ઘણીવાર કલાકારો ટ્રેનમાં સફર કરતા જોવા મળે છે. જોકે આવા સીન મેકર્સને સૌથી વધુ મોંઘા પડે છે કારણ કે એક સીન શૂટ કરવા માટે રેલવે લાખો રૂપિયા ચાર્જ કરે છે.

દાખલા તરીકે કોઈ સીન માટે મેકર્સ ટ્રેનના એક એંજિન અને ચાર ડબ્બા ની માંગ કરે છે તો તેને એક દિવસ માટે તેનો ઉપયોગ કરવાના રેલવેને 50 લાખ રૂપિયા આપવા પડે છે. જોકે તેમાં કોઈ બેમત નથી કે રેલવેનો ખર્ચો ઉપાડવો દરેક વ્યક્તિ માટે શક્ય નથી. કારણકે રેલવે વિભાગ એક એંજિન અને ચાર ડબ્બા સાથેના સીનના શૂટિંગ માટે ૫૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જો શૂટિંગ માટે કોઈ માલગાડી નો ઉપયોગ થાય છે. તો તેના ઓછામાં ઓછા 200 કિલોમીટર નો ચાર્જ મેકર્સને રેલવે વિભાગને આપવો પડે છે. હવે તેમાં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે કદાચ શૂટિંગ માટે એક કિલોમીટર સુધી જ માલગાડીનો ઉપયોગ થયો હવે તો પણ મેકર્સે 200 કિલોમીટર નું ભાડું આપવું પડે છે. તેના માટે રેલવે વિભાગ 4 ચાર લાખથી વધુનો ચાર્જ વસૂલે છે.

જો કોઈ ફિલ્મ કે વેબ સીરીઝ કે પછી સીરિયલના શૂટિંગ દરમિયાન ટ્રેનને રોકવામાં આવે છે તો તેનું પણ ભાડું આપવું પડે છે .જાણવા મળે છે કે તેના માટે 900 રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે. હિન્દી સિનેમામાં તું ઘણી ફિલ્મો ટ્રેન પર જ બની છે જેમ કે રાજેશ ખન્નાની ‘ધ ટ્રેન’ વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, હેમા માલિની, ધ બર્નિંગ ટ્રેન વગેરે..

રેલવે વિભાગે પણ ફિલ્મોની શૂટિંગ ને ધ્યાનમાં રાખીને સ્ટેશનને ત્રણ શ્રેણીમાં વિભાજિત કર્યા છે. જેમાં એવન શ્રેણીમાં રોજની ફી એક લાખ રૂપિયાથી શરૂ થતી હોય છે. બી વન અને બીટુ શ્રેણી વાળા સ્ટેશનમાં 50000 રૂપિયા પ્રતિદિન ના હિસાબ થી ભાડું લેવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણી ફિલ્મોમાં ફિલ્મસિટીમાં જ બનેલા આર્ટિફિશિયલ સ્ટેશન પર શૂટિંગ કરી લેવામાં આવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM