રેખા ને માં કહીને બોલાવે છે એશ્વર્યા, અને અભિષેક પણ આપે છે માતા જેવો પ્રેમ, જાણો તેની શું છે તેની પાછળ નું કારણ?

રેખા ને માં કહીને બોલાવે છે એશ્વર્યા, અને અભિષેક પણ આપે છે માતા જેવો પ્રેમ, જાણો તેની શું છે તેની પાછળ નું કારણ?

સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધ વિશે દરેક વ્યક્તિ જાણે છે. જોકે હાલના સમયમાં તેઓ એકબીજાથી સાવ અલગ થઈ ગયા અને એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નથી. આની પાછળનું એકમાત્ર કારણ જયા બચ્ચન છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે એશ્વર્યા અને અભિષેક રેખાને માતા સમાન માને છે અને રેખા પણ તેમને પ્રેમ આપે છે.

હાલમાં રેખા અને એશ્વર્યાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તેઓ એકબીજાને વહાલ કરતા જોવા મળ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચનના લગ્ન થઈ ગયાં ત્યારે રેખા અને બિગ બીનો સબંધ પૂર્ણ થઈ ગયો હતો. જયા બચ્ચન પણ રેખાને પસંદ કરતી નથી અને રેખા પણ જયા થી શક્ય અંતર બનાવી રાખે છે. જોકે તમને જણાવી દઈએ કે રેખા અને એશ્વર્યા આજે પણ માતા પુત્રી જેવો સબંધ ધરાવે છે.

અમિતાભના પુત્ર અભિષેક પણ રેખાને સમાન પ્રેમ કરે છે. અભિષેક અને એશ્વર્યા બંને સમજે છે કે જૂની વાતો યાદ કરીને કોઈ મતલબ નથી. તેથી આપણે જૂની વાતો ભૂલીને નવી વાતો શરૂ કરવી જોઈએ. આજ સૂત્રને ધ્યાન રાખીને બંને કપલ જૂની કડવાશને ભૂલીને રેખા સાથે પ્રેમથી વર્તે છે. એક એવોર્ડ શોમાં એશ્વર્યા રેખાને માતા કહીને બોલાવતી નજરે પડી હતી

જ્યારે જયા બચ્ચન ના અમિતાભ સાથે લગ્ન થયા નહોતા ત્યારે રેખા અને જયા બે બહેનોની જેમ રહેતા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જયા અમિતાભ ની નજીક આવવા લાગી અને તેમના લગ્ન થઈ ગયાં. જેના પછી રેખાએ પણ અમિતાભ સાથેના સબંધ તોડી નાખ્યાં હતા. જેના પછી જયાએ પણ રેખાને અમિતાભ પાસે ના આવવાની સલાહ આપી હતી.

આ સિવાય રેખા તેના અંગત જીવનને લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. તેણીની હમેશાં સિંદુરમાં જોવા મળે છે. જેની પાછળનું કારણ અમિતાભ હોવાનું માનવામાં આવે છે. જોકે આ વાતમાં કેટલી સત્યતા છે, તે તેઓ જ જાણે છે. હાલમાં અમિતાભ જયા સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

આવી ઘટનાઓ બની હોવા છતાં ક્યારેય અમિતાભ કે જયા એશ્વર્યાને આ સબંધ તોડવા દબાણ કરતા નથી. તેઓ દરેક રીતે પોતાના માટે યોગ્ય છે અને સુખી જીવનનો આનંદ માણી રહ્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM