15 વર્ષ નો આ છોકરો છે કરોડપતિ, તેમની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, જીવે છે આવું વૈભવી જીવન..

15 વર્ષ નો આ છોકરો છે કરોડપતિ, તેમની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, જીવે છે આવું વૈભવી જીવન..

સામાન્ય રીતે દરેક વ્યક્તિને વૈભવી જીવન જીવવાનું સપનું ધરાવે છે. જોકે મોટાભાગના લોકો આ સપનું જુવે જ છે પંરતુ તેને પૂરું કરી શકતા નથી. જોકે દુબઈના રહેવાસી 15 વર્ષીય રાશિદ બેલ્હાસાએ પોતાનું સપનું પૂરું કર્યું છે.

હકીકતમાં રાશિદે પોતાની મહેનત થકી સપનું પૂર્ણ કર્યું છે અને આજે વૈભવી જીંદગી જીવી રહ્યા છે. હા, રાશિદ કોઈ અબજોપતિથી ઓછો નથી અને હોલીવુડ-બોલિવૂડ સ્ટાર્સ રોજ તેને મળવા આવે છે.

તમને જણાવી દઈએ કે દુબઈમાં રહેતા રાશિદ બેલ્હાસાને ‘મની કીડ્સ’ ના નામથી ઓળખવામાં આવે છે. રાશિદ ઉદ્યોગપતિ અને અબજોપતિ સૈફ અહેમદનો પુત્ર છે. રાશિદ એવી ઉંમરે શાહી જીવનશૈલી જીવી રહ્યો છે, જે ઉંમરે બાળકો તેમના માથા પર અધ્યયનનો બોજો લઈને ફરતા હોય છે. જેમાં તે વિશ્વભરની હસ્તીઓ સાથે ફરવા જાય છે.

રાશિદ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો મોટો ચાહક છે અને સલમાન જ્યારે પણ દુબઈ જાય છે ત્યારે રાશિદની સાથે ચોક્કસ પણે સમય વિતાવે છે. ખુદ રાશિદ ખુદ સલમાનને મળવા માટે ઘણી વાર મુંબઈ આવી ચૂક્યો છે, જેની તસવીરો તેણે ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.

રાશિદ દરેક સોશિયલ મીડિયા સાઇટ અને યુ ટ્યુબ પર એક્ટિવ રહે છે, તે તેની જીવનશૈલીના ઘણા વીડિયો શેર કરતો રહે છે. રાશિદ પાસે યુટ્યુબ પર “મની કીડ્સ” નામની ચેનલ છે.

રાશિદ પાસે ઘણી વૈભવી સંપત્તિઓ છે. જેમાં તેનું લક્ઝરી ફાર્મ હાઉસ પણ શામેલ છે. આજ કારણ છે કે ઘણી સેલિબ્રિટી તેના ફાર્મ હાઉસની મુલાકાત લેવા આવે છે, પરંતુ રાશિદ વ્યસ્ત હોવાને કારણે ઘણી વાર આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.

રાશિદ પાસે તેની પોતાની ફેરારી કાર અને 70 જોડી એર જોર્ડન જૂતા છે. આ સિવાય રાશિદનું પોતાનું એક ઓનલાઇન શોપિંગ સ્ટોર છે જ્યાં બેગ અને સ્નીકર્સ વેચાય છે. રાશિદ દુબઈના કોઈપણ અબજોપતિથી ઓછા નથી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM