વ્યક્તિએ ખાવા માટે વેફર નું પેકેટ ખોલ્યું…!, પેકેટ માંથી મળી એવી વસ્તુ કે…

વ્યક્તિએ ખાવા માટે વેફર નું પેકેટ ખોલ્યું…!, પેકેટ માંથી મળી એવી વસ્તુ કે…

ક્યારેક ક્યારેક ઈ કોમર્સ કંપનીમાંથી સામાન મંગાવતી વખતે એવું થઈ જાય છે કે તેમાંથી જે ચીજ ઓર્ડર કરી હોય તે નીકળતી નથી પરંતુ તેના બદલે તેમાં ઈંટ અને પથ્થર જેવી ચીજવસ્તુઓ નીકળતી હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા મામલાઓ સામે પણ આવ્યા છે. જેમાં ઓર્ડર કરવામાં આવેલી વસ્તુ તો દૂર પણ એવી વસ્તુ નીકળી આવી જાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.

હાલમાં આવો જ એક મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ ખાવા માટે બટાકાની ચિપ્સ નું પેકેટ ખરીદ્યું હતું પરંતુ જ્યારે તેને આ પેકેટ ખોલીને જોયું તો તે વ્યક્તિ ચોંકી ગયો હતો અને હવે તેને ચિપ્સ ની અંદર રહેલી વસ્તુનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

તમને જણાવી દઇએ કે આ તસવીર શેર કરનાર વ્યક્તિનું નામ ડોક્ટર ડેવિડ છે. જે ઇંગ્લેન્ડની એક સ્કૂલમાં ફીઝીક્સ નો અભ્યાસ કરાવે છે. જ્યારે તેને હલકી ભૂખ લાગી હતી ત્યારે તેને પોતાની પાસે રહેલા બટાકાના ચિપ્સ નું પેકેટ ખાવાનું નક્કી કર્યું હતું. જોકે પેકેટ ખોલતાની સાથે જ અંદરથી બટાકાના ની ચિપ્સ ની જગ્યાએ આખે આખા બટાકા મળી આવ્યા હતા.

જ્યારે આ દ્રશ્ય તેની સામે થયુ ત્યારે તે પોતાની હસી રોકી શક્યો નહોતો. ત્યારબાદ તેને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ તસવીર શેર કરતા તેને કેપ્શન લખ્યુ હતું કે જ્યારે બટાકાના ચિપ્સ નું પેકેટ ખોલ્યું ત્યારે તેમાં કોઈ ચિપ્સ નહીં પંરતુ આખે આખું બટાકું હતું.

આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જે પૈકી કેટલાક લોકોનું કહેવું છે કે આ સ્પેશ્યલ ગિફ્ટ છે. જોકે જ્યારે ડેવિડે આ પેકેટ ખરીદ્યું ત્યારે તેને બિલકુલ અંદાજો નહીં હોય કે તેની પાસે જે ચિપ્સ નું પેકેટ છે તેમાં કોઈ ચિપ્સ નહિ પરંતુ બટાકુ નીકળશે.

જો કે આ પહેલા પણ આવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. એક વખત કે કેનેડામાં રહેનારા એક 25 વર્ષીય વ્યક્તિ સાથે પણ આવી ઘટના બની હતી. જ્યારે આ વ્યક્તિએ પેકેટ ખરીદ્યું ત્યારે ત્યારે તેની ખોલતાની સાથે જ બટાકુ બહાર આવી ગયું હતું. ત્યાર બાદ આ સમગ્ર ઘટના વિશે વ્યક્તિ પોતાના મિત્રો અને જણાવ્યું હતું ત્યારબાદ તેઓ બધા ભેગા મળીને હસવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન તેઓએ બટાકા ની તસવીર ક્લિક કરીને સ્ટોરના માલિક સાથે શેર કરી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM