ખાલી દસ જ મિનિટમાં પેટ ને સાફ કરે, જોર નહિ લગાવવું પડે.., જાણીલો ઘરેલું ઉપચાર

ખાલી દસ જ મિનિટમાં પેટ ને સાફ કરે, જોર નહિ લગાવવું પડે.., જાણીલો ઘરેલું ઉપચાર

જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે તે ઉર્જા સ્વરૂપે આપણને દિવસ દરમિયાન કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે પંરતુ ઘણી વખત આપણે જે ખાતા હોઇએ છીએ તે પૈકી અમુક ભોજન આસાનીથી પચતું નથી અને પેટમાં એકઠું થઈ જાય છે. જેના લીધે કબજિયાત ની સમસ્યા થવાનો ભય રહે છે. વળી આ સમસ્યા અનેક ગંભીર બીમારીઓ થવા પાછળનું કારણ પણ બની શકે છે.

આ સાથે જ્યારે તમને કબજિયાત થાય છે ત્યારે તમારે સવારે મળ ત્યાગ કરવામાં થોડીક મુશ્કેલી આવે છે અને તમે આસાનીથી મળ પણ કરી શકતા નથી. જેના લીધે પેટમાં દુખાવો, ગેસ, અપચો, મોઢામાંથી દુર્ગંધ આવવી, મોઢામાં ચાંદા પડવા વગેરે નો સામનો કરવો પડે છે. જોકે આજના આ લેખમાં અમે તમને કબજીયાતની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો તમે કબજિયાત નો સામનો કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા એક પાત્રમાં છાશ લઈને તેમાં હરડે ઉમેરી લેવી જોઈએ. ત્યારબાદ એકાદ દિવસ હરડેને છાશમાં પલાળી રાખી બીજા દિવસે તેને બહાર કાઢીને પાવડર બનાવી લેવો જોઈએ. હવે તેને શુદ્ધ અને માટલાના પાણીમાં ઉમેરીને સેવન કરવાથી કબજિયાત ની સમસ્યાથી રાહત મળી શકે છે.

આ સાથે જે લોકો કબજીયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ હંમેશા ફાઈબર યુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તળેલી ચીજ વસ્તુઓ ખાવી જોઈએ નહીં. આ સાથે તમે આ સમસ્યા દૂર કરવા માટે લોટ દળાવવા જતી વખતે તેમાં થોડાક ચણા પણ ઉમેરી લેવા જોઈએ.

આ સિવાય તમે રાતે સૂતા પહેલાં એક ચમચી ત્રિફળા પાવડરની સાથે થોડુક મધ મિક્સ કરીને પાણીમાં ઉમેરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે આ પાણીને ગરમ કરવા માટે મૂકી દેવું પડશે. જેના પછી પાણી જ્યારે બરાબર નેવશેકુ બને ત્યારે તેને નીચે ઉતારી લો અને તેનું સેવન કરો.

જ્યારે આપણા શરીરમાં તૈલીય અને પાણી યુક્ત પદાર્થોનું પ્રમાણ વધી જાય છે ત્યારે શરીરમાં રહેલું મળ આંતરડામાં જઈને શુષ્ક સ્વરૂપ ધારણ કરી લે છે. જેના લીધે તે આસાનીથી બહાર નીકળી શકતું નથી અને કબજિયાત થવા પાછળનું કારણ બને છે. જોકે જો તમે રાતે ભોજનમાં દલિયા અને ખીચડી શામેલ કરો છો તો તમને અવશ્ય ફરક દેખાવા મળી શકે છે.

તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગોળ અને ગળોના મિશ્રણને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનાથી પેટ તો સાફ થાય જ છે સાથે સાથે કબજિયાત થવાનો ભય પણ રહી શકતો નથી. તમે કબજિયાતની સમસ્યાથી દૂર રહેવા માટે જામફળ, પપૈયા, ચીકૂ જેવા ફળોને પણ ભોજનમાં શામેલ કરી શકો છો. આ બધી જ ચીજ વસ્તુઓ પેટને આરામ આપીને સાફ કરવાનું કામ કરે છે.

જો તમે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરો છે તો પણ પેટને સાફ રહેવામાં મદદ મળી શકે છે અને કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. જોકે યાદ રાખજો કે તમારે આ ઉપાય એકથી બે અઠવાડિયા સુધી સતત સેવન કરવું પડશે. જો તમે સવારે અને સાંજે પાલકનો જ્યુસ અથવા શાકભાજી ખાવાની આદત બનાવવી જોઈએ. જેનાથી તમારું પેટ સાફ થઈ જશે અને કબજિયાત થશે નહીં.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM