રોજ ખાવ આ ખાસ ફળ.., આ ફળ વીર્ય વધારે છે.., હદયરોગ ને દુર કરે છે.., અને પેટની જીવાંત ને નાશ કરે છે…

રોજ ખાવ આ ખાસ ફળ.., આ ફળ વીર્ય વધારે છે.., હદયરોગ ને દુર કરે છે.., અને પેટની જીવાંત ને નાશ કરે છે…

પપૈયા સ્વાદિષ્ટ ફળ છે પરંતુ મોટાભાગના લોકોને તેનું સેવન કરવું ગમતું નથી. જોકે ઘણા લોકો પપૈયા થી થતા ફાયદા થી જાણકાર હોય છે તેથી તેઓ પપૈયાનું સેવન કરવાનું ચૂકતા નથી. પપૈયાના ઝેડ લાંબા અને પાતળા હોય છે તેમાં કોઇ ડાળી હોતી નથી તેના ઉપરના ભાગમાં ફળ આવે છે તેને પપૈયું કહે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું હોય ત્યારે પણ ઉપયોગમાં આવે છે.

પપૈયુ કાચું હોય ત્યારે લીલા રંગનું થઈ જાય છે અને જ્યારે તે પાકે ત્યારે પીળા રંગનું બની જાય છે પપૈયા ની અંદર કાળા બી હોય છે ઉપર લસા જેવું દ્રવ્ય હોય છે. પપૈયાંના ઝાડ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે આ ફળ એવું છે જેને કોઇ પણ સિઝનમાં ઉગાડી શકાય છે.

પપૈયું કાચું હોય ત્યારે તેમાંથી શાક અને અથાણું બંને બને છે. જ્યારે પપૈયું પાકી જાય તો તેમાંથી ચૂંટણી કચુંબર વગેરે બને છે. પાકા પપૈયાને ફળ તરીકે પણ ખાઈ શકાય છે. પપૈયાનું રોજ સવારે સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે અને પાચનશક્તિ વધે છે આ સિવાય પેટનો ગેસ પણ પપૈયાના સેવનથી દૂર થાય છે.

પપૈયામાં પેપ્સીન એન્જામિન પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક પ્રકારનો પાચક રસ છે. પપૈયાનું સેવન કરવાથી આંતરડામાં સુકાયેલું મળ પણ બહાર નિકળી જાય છે અને પેટ સાફ થાય છે. પપૈયા એવું ફળ છે જે સરળતાથી પચી જાય છે પપૈયાનું સેવન કરવાથી ભૂખ પણ વધારે લાગે છે અને શરીરની શક્તિ પણ વધે છે. તેનું સેવન કરવાથી લીવર ની સમસ્યાઓ દૂર થાય છે અને કમળા જેવા રોગો પણ મટે છે.

પપૈયાનો રસનું સેવન કરવાથી અરૂચી, અનિદ્રા, માથાનો દુખાવો, કબજિયાત વગેરે રોગ મટે છે પપૈયાનો રસ પીવાથી ખાટા ઓડકાર આવવાનું પણ બંધ થાય છે. પપૈયું પેટના રોગ ને હૃદય રોગને આતરડાની નબળાઈને દૂર કરે છે.

પાકા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટના રોગમાં રાહત થાય છે આ સિવાય પપૈયા ના પાંદડા નો ઉપયોગ પણ કરવાથી હ્રદયના ધબકારા નિયમિત બને છે. પપૈયાનું સેવન કરવાથી વીર્યમાં પણ વધારો થાય છે.

કાચા પપૈયાનું દૂધ ચામડીના રોગ દૂર કરે છે. તેના થી વાગ્યાનો ઘા જલ્દી રૂઝાય છે. પપૈયાના ચૂર્ણનું સેવન કરવાથી પેટની બળતરા અપચો જેવા રોગ ની સારવાર થાય છે. પપૈયાના બી જંતુનો નાશ કરનારા છે અને તેનું સેવન કરવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. પપૈયાનું દૂધ કોઢ દૂર કરે છે અને સ્તન માં દૂધ વધારે છે.

પાકા પપૈયા ખાવાથી અને કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી સ્તનમાં દૂધ વધે છે. પપૈયાનું દુધ કાઢીને થોડા દિવસો સુધી ધાધર પર લગાડવાથી ધાધર મટી જાય છે. પ્લીહા રોગથી પીડિત વ્યક્તિ એ પપૈયાનું સેવન રોજ કરવું જોઇએ તેનાથી રોગ મટી જાય છે.

જો નાના બાળકનું યકૃત ખરાબ રહેતું હોય તો રોજ પપૈયા આપવા જોઈએ તેનાથી પેટ ના બધા જ રોગ દૂર થાય છે. પપૈયા અને સફરજન ખાવાથી બાળકના યકૃત ની ખરાબી દૂર થાય છે. કાચા પપૈયા કે પાકા પપૈયા ખાવા થી કબજીયાતની તકલીફ દૂર થાય છે. કબજિયાતથી પીડિત રોગીએ સવારે પપૈયાનું દૂધ પીવું જોઈએ તેનાથી પેટ સાફ આવે છે. આ સિવાય ભોજન કર્યા પછી પપૈયું ખાવાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે.

પપૈયાના દુધને આદુના રસમાં 50 ગ્રામ અજમો ભેળવીને છાયામાં સુકવી દો તે સુકાઈ જાય પછી તેને ભોજન પછી તરત જ પાણી સાથે લેવું. આમ કરવાથી કબજિયાત દૂર થશે અને ગેસ, છાતીમાં બળતરા, ભૂખ ન લાગવી અને ગુદાની ખંજવાળ વગેરે દૂર થાય છે.

પપૈયાના 10 બી ને પાણીમાં વાટીને સાત દિવસ સુધી લેવાથી પેટની જીવાત દૂર થાય છે. ગર્ભાવસ્થામાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેને ખાવાથી ગર્ભપાત થઈ જાય છે. અપચો રહેતો હોય તેણે પપૈયાના દૂધમાં ખાંડ ઉમેરીને રોજ પીવું જોઈએ તેનાથી અપચો દુર થાય છે. જો લોહી જામી જવાની તકલીફ હોય તો રોજ અડધો કિલો પપૈયા ખાવાથી રોગ મટી જાય છે.

જુના ધાધર ખરજવા થી પરેશાન વ્યક્તિએ પપૈયાના દૂધને બોરેક્સ પાવડર સાથે ઉકાળીને ધાધર ખરજવા પર લગાડવું જોઈએ. પપૈયા ના પાંદડા ની રાબ બનાવીને પીવાથી હૃદય રોગ મટી જાય છે. આ સિવાય તાવના કારણે નબળાઈ આવતી હોય તો પપૈયા ના પાંદડા ની રાબ બનાવીને પીવી જોઈએ.

  • સૌંદર્ય વધારવા માટે

કાકા પપૈયાને છોલીને તેને વાટી લેવું અને ચહેરા પર આ પેસ્ટ લગાડવી 10થી 15 મિનિટ પછી જ્યારે તે સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાખવું. ત્યાર પછી ચહેરા પર તેલ લગાડવું એકથી બે અઠવાડિયા સુધી આવું કરવાથી ચહેરા પરના ડાઘ, ખીલ દૂર થાય છે અને ચહેરો સુંદર બની જાય છે.

છોકરીઓને પાતળી અને સુડોળ કમર પસંદ હોય છે જો તમારે પણ આવી કમર જોતી હોય તો એક મહિના સુધી રોજ પપૈયાનું સેવન કરો તેનાથી તમારી કમર પાતળી અને સુંદર બની જશે. 10 ગ્રામ પપૈયાનો માવો 10 ગ્રામ લીંબુનો રસ અડધી ચમચી ગુલાબજળ અને ૧૦ મિ.લિ ટામેટાનો રસ એક સાથે ઉમેરીને લેપ તૈયાર કરો આ લેપને ચહેરા પર 20 મિનિટ સુધી લગાડો ત્યાર બાદ હુંફાળા પાણીથી ચહેરાને સાફ કરી લો આ પ્રયોગ થોડા દિવસ સુધી કરવાથી ત્વચા સુંવાળી અને સુંદર બને છે.

શરીરમાં લોહીની ઉણપ હોય તો રોગીએ રોજ પપૈયુ ખાવું જોઇએ. આ સિવાય પ્રસૂતિ પછી સ્તનમાં દૂધ ન બનતું હોય તો રોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે રોજ ૩૦૦ ગ્રામ પપૈયા ખાવા જોઈએ. ચહેરા પર નિખાર જોતો હોય તો એક કપ પપૈયાના રસમાં ૧ કપ અમરુદ નો રસ ઉમેરીને ૨ વખત પી જવું થોડાક દિવસોમાં જ ચહેરા પર ચમક આવી જશે.

ત્વચાની કોઇ પણ સમસ્યા હોય તો તેને દૂર કરવા પપૈયાનો રસ ગાજરનો રસ અને અડધી ચમચી પાલક નો રસ ઉમેરીને રોજ પીવો. ત્વચા પર ખીલ અને ફોડલીઓ તેમજ કરચલી રહેતી હોય તો પાકા પપૈયા અને આદુના રસને મિક્સ કરીને ચહેરા પર બેથી ત્રણ વખત દિવસ દરમિયાન લગાવો.

પપૈયામાં જે તત્વો હોય છે તે ત્વચા પર જામેલા પદાર્થને મેલને દૂર કરે છે તેથી એક પાકા પપૈયાને બરાબર મસળી ને તેનો લેપ બનાવવો 15 મિનિટ સુધી આ પપૈયાના ગરને ચહેરા પર મસાજ કરો તે સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM