હવે તોફાન આવશે કે શું??, લો પ્રેસર સક્રિય થતાં આવનારા પાંચ દિવસ ભુક્કા બોલાવી દે તેવા તોફાની વરસાદની કરાઈ આગાહી.., માછીમારોને આપવામાં આવી મોટી ચેતવણી…

હવે તોફાન આવશે કે શું??, લો પ્રેસર સક્રિય થતાં આવનારા પાંચ દિવસ ભુક્કા બોલાવી દે તેવા તોફાની વરસાદની કરાઈ આગાહી.., માછીમારોને આપવામાં આવી મોટી ચેતવણી…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવિરત ભારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા અવારનવાર વરસાદને લઈને ખૂબ જ ભારે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ગુજરાતની અંદર હજુ પણ આવનારા પાંચ દિવસ સારા એવા વરસાદને લઈને ખૂબ જ મોટી શક્યતા રહેલી છે

હવામાન વિભાગના જણા પ્રમાણે મળી રહ્યું છે કે અરબી સમુદ્ર ની અંદર વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે, રાજ્યની અંદર સારામાં સારો ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ ભારે વરસાદની લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અરવલ્લી વલસાડ નવસારી ડાંગ ની અંદર અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમાર ને પણ આવનારા કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. ખાસ ઉલ્લેખની આ વાત તો એ છે કે, રમણ વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર ગઈકાલે બપોરના સમયે ભારે વરસાદ આવ્યો હતો અને વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળ્યો હતો

એક વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તેમ જ અમદાવાદની અંદર આવેલા પશ્ચિમ વિસ્તારમાં મોડી સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબાર નગર આરટીઓ સર્કલ જુનાવાડજ નવાવાડજ રાણીક વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદની સાથે વરસાદ પડ્યો હતો. સેટેલાઈટ એસજી હાઇવે સરખેજ સનાથલ શાંતિપુરા બાકરોલ સહિતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડતા વાતાવરણની અંદર એક અલગ પ્રકારની ઠંડક પ્રસરી ગઈ છે.

શહેરની અંદર ભારે વરસાદને લઈને અખબાર નગર થી લઈને નવાવાડા તરફ જવાના રસ્તા ઉપર એક ઝાડ ધરાશે થયું હતું અને અચાનક ઝાડ પડતાની સાથે એક બાઇક ચાલક ઝાડ નીચે ફસાઈ ગયો હતો તેમાં સ્થાનિક દુકાનદાર ની મદદથી આને પોલીસની મહેનત દ્વારા તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને 108 ની મારફતે હોસ્પિટલ ની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે અનેક પ્રકારની અરજીઓ કરવા છતાં પણ આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM