રાત્રે પાણીમાં આ 3 વસ્તુ નાખી ને પીવો…, બરફ ની જેમ ઓગળવા લાગશે પેટ ની ચરબી…

રાત્રે પાણીમાં આ 3 વસ્તુ નાખી ને પીવો…, બરફ ની જેમ ઓગળવા લાગશે પેટ ની ચરબી…

આજના સમયમાં દરેક વ્યક્તિને ફીટ અને સ્લીમ દેખાવું ગમે છે. જો વજન વધી જાય તો યુવક હોય કે યુવતી તેને પોતાની પર્સનાલિટી ખરાબ થવાની ચિંતા સતાવવા લાગે છે. સ્થૂળતાના કારણે ફક્ત દેખાવ ખરાબ થાય છે તેવું નથી. વધારે વજન શરીરને અનેક બીમારું ઘર પણ બનાવી દે છે. તેથી જ જ્યારે વજન વધવા લાગે છે ત્યારે લોકો ફટાફટ વજન કેમ ઘટાડવું તેનો વિચાર કરવા લાગે છે.

ઘણા લોકો એવા પણ હોય છે જેમનું વજન તેમની અનિયમિત લાઈફ સ્ટાઈલ અને બેઠાળુ જીવનના કારણે સતત વધતું રહે છે. આ રીતે વધેલા વજનને ઘટાડવા માટે લોકો પોતાના ડાયટ પ્લાનમાં ફેરફાર કરે છે. જીમમાં કલાકોની મહેનત કરે છે. પરંતુ તેમ છતાં ઘણીવાર જોઈતું પરિણામ મળતું નથી.

પરંતુ આજે તમને વજન ઘટાડવા માટેનો એક સરળ રસ્તો જણાવીએ. આ એક ટીપ્સ ફોલો કરવાથી પણ તમારું વજન બરફ પીગળે એમ પીગળી જશે. જેમના માટે વજન ઘટવું એક સપના સમાન છે અને અનેક પ્રયત્નો છતા તે દુબળા થઈ શકતા નથી તેમના માટે આ રામબાણ ઈલાજ છે. કારણ કે આ ટીપ્સ તમને જરૂરથી મદદ કરશે અને તમે પણ સ્લીમ ટ્રીમ બની ફેશનેબલ કપડા પહેરી શકશો.

વધેલા વજનને ઘટાડવા માટે તમારે રોજ રાત્રે આ ખાસ જ્યૂસ બનાવીને પીવાનું છે. આ જ્યૂસનું સેવન શરુ કરવાના થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. આ જ્યૂસમાં એવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે જેનાથી વજન તો ઘટે જ છે પરંતુ સાથે જ અન્ય બીમારી કે સમસ્યા પણ દૂર થવા લાગે છે.

આ જ્યૂસ વધેલા વજન સાથે તમારી કબજિયાત, અપચો, ગેસ જેવી તકલીફોને પણ દૂર કરી દેશે. જ્યૂસ પીવાથી તમારું પેટ સાફ આવશે અને પેટ સાફ આવવાથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે. પરંતુ ખાસ યાદ રાખવું કે આ જ્યૂસ તમારે સવારે નહીં પણ રાત્રે સૂતા પહેલા પીવાનું છે.

સામગ્રી : એક ગ્લાસ જયૂસ બનાવવા માટે તમારે 2 કાકડી, એક આદુનો ટુકડો, 4થી 5 ફુદિનાના પાન, 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી શેકેલું જીરું અને 2 ચમચી લીંબુનો રસ લેવો.

આ જ્યૂસ બનાવવા માટે જ્યૂસરમાં બધી જ સામગ્રીને એકઠી કરી બરાબર પીસી લો. બધું પીસાય જાય એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો. આ જ્યૂસમાં ખાંડને બદલે મધ પણ ઉમેરી શકો છો. આ જ્યૂસને ગાળી અને તમે પીવાના ઉપયોગમાં લઈ શકો છો.

આ જ્યૂસનું સેવન રાત્રે કરવાનું છે. રોજ રાત્રે આ જ્યૂસ એક ગ્લાસ પીવાથી તમે અનુભવશો કે સળસળાટ તમારું વજન ઘટવા લાગશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM