100 કરોડની કારમાં બેસે છે, અને 3 લાખની પીવે છે ચા, આવા છે નીતા અંબાણીના મોઘા શોખ…

100 કરોડની કારમાં બેસે છે, અને 3 લાખની પીવે છે ચા, આવા છે નીતા અંબાણીના મોઘા શોખ…

ભારતનો અંબાણી પરિવાર ફક્ત પૈસાની બાબતે જ નહીં પરંતુ પોતાના શોખને કારણે પણ ચર્ચાનો વિષય બની રહે છે. આ પરિવાર પાસે દુનિયાની સૌથી મોંઘી મોંઘી કારો છે. આ સાથે પરિવારના દરેક વ્યક્તિના વૈભવી શોખ પણ છે. આ દરમિયાન સવાલ ઉઠે છે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે કઈ કાર છે. જો તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો છે ચિંતા કરશો નહીં કારણકે આજે આ લેખમાં અમે તમને નીતા અંબાણી કઈ કારમાં સફર કરે છે અને તેના ડ્રાઈવર ની સેલેરી કેટલી છે. તેના વિશે બધું જણાવવા જઈ રહ્યા છીએ.

તમારી જાણકારી માટે કહી દઈએ કે નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી કાર પૈકી એક કારમાં સફર કરે છે આટલું જ નહીં આ કાર સ્પેશિયલ વિદેશથી આયાત કરવામાં આવી છે. આ કાર જર્મની લક્ઝરી કાર નિર્માતા કંપની ઓડી સ્પેશિયલ એડિશન કાર ઓડી એ 9 કેમેલિયન છે. જેની કિંમત કરોડો રૂપિયા બતાવવામાં આવી રહી છે. જોકે ભારત પહોંચતા પહોંચતા આ કારની કિંમત સો કરોડ રૂપિયા પહોંચી જાય છે.

જો આપણે આ કારને ચલાવતા ડ્રાઈવર વિશે વાત કરીએ તો મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઈવરને આશરે 24 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સેલેરી આપે છે. આ આ આંકડા અનુસાર જોવામાં આવે તો મોટી મોટી કંપનીઓ પણ ખાસ પોસ્ટ પર કામ કરનારા લોકોને આટલી સેલેરી આપતી નથી. તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર પાસે કાર કલેક્શન મર્સિડીઝ એસ ક્લાસ, બેંટલે કોન્ટિનેન્ટલ ફલાઈંગ સ્પર, રોલ્સ રોયસ ફેન્ટમ અને બી.એમ.ડબલ્યુ જેવી ગાડીઓ શામેલ છે.

નીતા અંબાણી પાસે ગાડીઓની સાથે સાથે ઘણા મોંઘા હેન્ડબેગ પણ છે. જેની કિંમત લાખો રૂપિયામાં છે. વળી નીતા અંબાણી પોતાના પગમાં ચપ્પલ ક્યારે રિપિટ કરતી નથી. નીતા અંબાણી પેડ્રો, ગાર્સિયા, જિમ્મી ચૂ, પેલમોડા, માર્લીન જેવા મોટા બ્રાન્ડના ચપ્પલ અને સેન્ડલ પહેરે છે. જેની શરૂઆત ની કિંમત લાખો રૂપિયામાં હોય છે.

આ સિવાય એક ઇન્ટરવ્યૂ દરમિયાન નેતાએ જણાવ્યું હતું કે ત્રણ લાખ રૂપિયાના કપમાં ચા પીવે છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડના કપમાં ચા પીવે છે. જેની બોર્ડર સોનાથી મઢેલી હોય છે.

આ સિવાય નીતા પાસે મોંઘી અને લક્ઝરી ઘડિયાળો નું કલેક્શન છે. જેમાં બુલગારી, કાર્ટિયર, રાડો, ગૂચી, કેલ્વિન જેવી બ્રાન્ડ સામેલ છે. આ ઘડિયાળોની શરૂઆતી કીમત બેથી અઢી લાખ રૂપિયા હોય છે.

એક રિપોર્ટ પ્રમાણે નીતા અંબાણી નું લિપસ્ટિક કલેક્શન 40 લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. આ બધી વાતો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તેના અન્ય શોખ કેટલા મોંઘા અને લક્ઝરી હશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM