ફોન આંચકીને ભાગતા ચોર ની પાછળ નર્સ ભાગતી હતી.., રસ્તા વચ્ચે થયું એવું કે નર્સ…

ફોન આંચકીને ભાગતા ચોર ની પાછળ નર્સ ભાગતી હતી.., રસ્તા વચ્ચે થયું એવું કે નર્સ…

મસમોટા દાવા અને વાયદા છતા પણ દેશની રાજધાની દિલ્હીમાં ગુંડારાજ જોવા મળે છે. દિલ્હી પોલીસ ભલે દાવા કરતી હોય કે રાજધાનીમાં સામાજિક સુરક્ષાના મામલે બધુ બરાબર છે પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. દિલ્હી પોલીસનું સૂત્ર છે, શાંતિ સેવા અને ન્યાય. પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં ગુંડા તત્વો બેફામ છે અને ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં ગુંડાતત્વો છાશવારે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. અહીં પોલીસની જાણે ગુંડાઓને બીક જ ન હોય તેમ ધોળા દિવસે મોબાઈ સ્નેચિંગની ઘટનાઓ બને છે. આવી જ એક ઘટનામાં ગુંડાતત્વો એક પીડિતાને 150 મીટર સુધી સ્કુટી સાથે ઢસડતા લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને તે વાયરલ થઈ રહ્યો છે.

શાલીમાર બાગ સ્થિતિ ફોર્ટિસ હોસ્પિટલમાંથી ગુરુવારે સાંજે ડ્યુટી પૂર્ણ કરી એક યુવતી ઘરે જતી હતી. બદમાશોએ તેનો મોબાઈલ લુંટી લીધો હતો. જ્યારે યુવતી બદમાશોનો પીછો કરતી હતી તો તેણે બાઈક પકડી લીધી. જ્યારે યુવતીએ બદમાશોની બાઈક પકડી તો તેમણે બાઈકની સ્પીડ વધારી દીધી અને યુવતીને 150 મીટર સુધી બાઈક સાથે ઢસડી હતી. એટલું જ નહીં જ્યારે યુવતી ઘાયલ થઈને રસ્તા પર ફસડાઈ ગઈ તો બદમાશ ત્યાંથી ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ ઘટના બાદ યુવતી આઘાતમાં છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર આ ઘટના સાંજે સાત વાગ્યાની છે. ઘાયલ યુવતી નર્સ તરીકે હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જ્યારે તે ડ્યુટી પુરી કરી ઘરે જઈ રહી હતી ત્યારે તેનો ફોન બદમાશોએ ઝુંટી લીધો હતો.

યુવતીએ હિંમત કરીને બાઈકને પાછળથી પકડી તેમને રોકવા પ્રયત્ન કર્યો પરંતુ બદમાશોએ બાઈકની સ્પીડ વધારી દીધી. બદમાશોએ યુવતીથી પીછો છોડાવવા રોંગ સાઈડના રોડ પર સ્કુટર ચલાવ્યું હતું. જ્યારબાદ યુવતી રોડ પર ફસડાઈ પડી હતી. સ્થાનિક લોકોએ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM