ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રજનીકાંત એવા નરેશ કનોડીયા ગુજરાતના આ ગામના હતા..! જાણો તેમની અટક કનોડીયા કેવી રીતે પડી?

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રજનીકાંત એવા નરેશ કનોડીયા ગુજરાતના આ ગામના હતા..! જાણો તેમની અટક કનોડીયા કેવી રીતે પડી?

બોલીવુડની જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ પણ હાલ ગુજરાતીના દિલ પર રાજ કરી રહી છે. આજે અમે તમને ગુજરાતી ફિલ્મના એક એવા કલાકાર વિશે જણાવીશું જેમના ચાહકો માટે તેઓ હંમેશ માટે અમર થઈ ગયા છે. મિત્રો ગુજરાતી સિનેમા ના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. રમેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943 ના રોજ ગુજરાતના કનોડા ગામમાં થયો હતો. ખૂબ મોટી ખ્યાતિ

ધરાવનાર ગુજરાતી ગાયક અને સંગીતકાર રમેશ કનોડીયા કોવિડ 19 ના કારણે 29 ઓક્ટોબર 2020 ના રોજ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમોમાં તેઓએ દુનિયાને અલવિદા કહ્યું હતું. નરેશ કનોડીયા હાલ આપણી વચ્ચે નથી પરંતુ તેઓએ પોતાની આગવી છટાથી કાયમ માટે ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવી લીધું છે. મિત્રો તમને જણાવી દઈએ કે 77 વર્ષની

ઉંમરે કોરોના ના કારણે નરેશ કનોડીયા એ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. નરેશ કનોડિયાના અંગત જીવનની વાત કરીએ તો તેઓના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન કામ કરતા હતા.તેઓ ખૂબ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડીયા એ રીમા સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક દીકરો હિતુ કનોડીયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મના ખૂબ

સારા સુપરસ્ટાર છે તેમજ જીતુ કનોડીયા ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા ની સાથે લગ્ન કર્યા છે. નરેશ કનોડીયા ની કપરી પરિસ્થિતિના દિવસોની વાત કરીએ તો તેઓ તેમના ત્રણ બહેન; ચાર ભાઈઓ અને માતા પિતા સાથે માત્ર એક રૂમ વાળા મકાનમાં જ રહેતા હતા. નરેશ કનોડીયા ને નાનપણથી જ એક્ટિંગમાં ખૂબ રસ હતો.તેઓ નાની ઉંમરથી જ પોતાના ભાઈ મહેશ કનોડિયાની સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની

શરૂઆત કરી હતી. નરેશ કનોડીયા એ ગુજરાતી ફિલ્મ જગતની અંદર કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બીલીમોરીયા અટક સાંભળી હતી અને આ અટક બીલીમોરા ગામ ઉપરથી પડી છે,તેવું તેને જાણવા મળ્યું અને તે વાતથી પ્રભાવિત થઈ નરેશ મહેતાએ પોતાના ગામ કનોડા પરથી પોતાની સરનેમ કનોડીયા રાખી હતી. નરેશ કનોડિયાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘વેલીને આવ્યા ફુલ’ હતી.

નરેશ કનોડીયા એ ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની સાથેની જોડી ગુજરાતમાં લોકપ્રિય બની હતી. તેઓએ એક સાથે ઘણી બધી ગુજરાતી ફિલ્મની અંદર કામ કર્યું હતું અને દરેક ગુજરાતી ફિલ્મમાં ગુજરાત ભરના લોકો નરેશ કનોડીયા ના ચાહીતા બની ગયા હતા. અમેરિકા આફ્રિકા તથા એશિયાના ઘણા બધા દેશની અંદર એમને પોતાના પ્રોગ્રામ કર્યા હતા. માત્ર ફિલ્મ ક્ષેત્રે જ નહીં પરંતુ રમેશ કનોડીયા રાજકીય ક્ષેત્રે પણ

ઘણી બધી સફળતા મેળવી હતી.2002 થી લઈને 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરન જ વિધાનસભા બેઠકના સભ્ય રમેશ કનોડીયા રહી ચૂક્યા હતા.નરેશ કનોડિયાના ફરતા ના દિવસો યાદ કરીએ તો 1980 અને 90 ના દાયકા દરમિયાન નરેશ કનોડીયા ગુજરાતી ફિલ્મના ઘણા બધા અભિનેતા જેવા કે કિરણકુમાર,ફિરોજ ઈરાની ,

ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકારો સાથે કામ કરી ઘણી બધી ફિલ્મની અંદર સફળતા મેળવી હતી. નરેશ કનોડિયાની ફિલ્મ જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હતા. સમય જતા જતા નરેશ કનોડીયા ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા હતા. અભિનેત્રી સ્નેહલતા અને રોમા માણેક ની સાથે ઘણી બધી ફિલ્મમાં કામ કર્યું હતું. ગુજરાતીઓના દિલમાં હાલ પણ નરેશ કનોડીયા રાજ કરી રહ્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM