નકલી મોતી પહેરવાથી જીવનમાં પડી શકે છે ખરાબ પ્રભાવ, આવી રીતે કરો સાચા મોતીની ઓળખ…

નકલી મોતી પહેરવાથી જીવનમાં પડી શકે છે ખરાબ પ્રભાવ, આવી રીતે કરો સાચા મોતીની ઓળખ…

તમે બધા જાણતા હશો કે મોતીને શુભ રત્ન તરીકે ઓળખવામાં આવે છે. મોતી હંમેશા ચંદ્રગ્રહ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મોતી પહેરે છે તો તેનાથી ચંદ્ર દેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે તેના બધા જ દુઃખોનો નાશ થાય છે. જોકે આજે પૈસા કમાવવાની દોડમાં કેટલાક લોકો નકલી મોતી વહેંચતા હોય છે. જેનાથી કોઈ ફાયદાઓ થતા નથી અને વધારામાં તે સાચા મોતી જેવા જ દેખાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સાચા મોતીને ઓળખવાની કેટલીક પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યા છીએ.

તૂટતો નથી :- જો તમે મોતી લેવા જઈ રહ્યા છો તો તેને દાંત વચ્ચે દબાવીને તોડી શકો છો. જો તે તૂટી જાય છે તો સમજી લો તે નકલી મોતી છે. કારણ કે અસલી મોતી ક્યારેય તૂટતો નથી.

ચમક ઓછી થશે નહીં :- જો તમે સાચા મોતી લેવા જઈ રહ્યા છો તો તેને ઘસવાની કોશિશ કરો. કારણ કે સાચો મોતી હશે તો તે ક્યારેય તેની ચમક ઓછી કરશે નહીં. જો તે ચમક ઓછી થવા લાગે તો સમજી લો કે તે મોતી નકલી છે.

કેવી રીતે ધારણ કરવો :- તમારે સાચો મોતી ધારણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે તેને હમેશાં લોકેટ અથવા વીંટીમાં પહેરવો જોઈએ. તેણે ધારણ કરતા પહેલા દૂધ અથવા ગંગાનામાં ડુબાવીને તેને મંદિરમાં મૂકી રાખવો જોઈએ અને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. આ સિવાય તેને ધારણ કરવા માટે ચોક્કસ સમય હોય છે, જે તમે પંડિત જી પાસેથી જાણી શકો છો. આ માટે તમે પંડિત જી પાસે જઇને તમારી કુંડળી બતાવો. જેના પછી તેઓ તમને મોતી ધારણ કરવાનો યોગ્ય સમય કહેશે. એક માન્યતા અનુસાર તેણે હાથની નાની આંગળી પર પહેરવાથી શુભ ફળ મળે છે.

જ્યારે તમે કોઈ સાચો મોતી પહેરો છો ત્યારે તેની શુભ અસર તમારા જીવન પર પડે છે અને તમારા બધા જ કામ આસાનીથી પુરા થવા લાગે છે. તમે કોઈ પૈસાની લગતી સમસ્યાઓનો સામનો કરતા નથી. તમને આખો દિવસ ખુશી રહે છે અને રાતે શાંતિથી ઊંઘ આવી શકે છે. જો તમારા જીવનમાં આ પ્રકારના પરિણામ દેખાવા મળે છે તો સમજી લો કે તમે સાચો મોતી પહેર્યો છે.

તેનાથી વિરુદ્ધ જો તમે નકલી મોતી પહેરો છો તો તમારે જીવનમાં સુખના બદલે દુઃખના દિવસો આવશે. તમારા કામકાજ માં વિક્ષેપ આપે છે. તમારે મહેનત કરવા છતાં શુભ પરિણામ મળતું નથી. આખો દિવસ મગજ પર ભાર રહે છે અને હ્રદય સાથે જોડાયેલ બીમારીઓ થઈ શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM