જુઓ મુકેશ-નીતા અંબાણીના બાળકોના બાળપણ ના ફોટાઓ..!, વર્ષો પહેલા આવા દેખાતા હતા ભાઈ બહેન..

દુનિયાના સૌથી અમીર પરિવારની યાદીમાં અંબાણી પરિવાર ટોચ પર આવે છે. અંબાણી પરિવાર અવાર-નવાર લાઈમલાઈટમાં રહે છે. મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને બાળકો આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઇશા અંબાણી પણ કેમેરાથી બચી શકતા નથી. જ્યારે તેમના ઘરે નાનકડો પૃથ્વી આવ્યો ત્યારે તે પણ જન્મતાની સાથે જ લાઇમલાઇટમાં આવી ગયો. અંબાણી પરિવાર સાથે જોડાયેલી વાતો રોજ-બરોજ ચર્ચામાં રહે છે.
તેવામાં હવે મુકેશ અંબાણીના ત્રણે બાળકો ની નાનપણ ની તસવીરો સામે આવી છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરમાં ઈશા, અનંત અને આકાશને ઓળખવા પણ મુશ્કેલ છે. નાનપણમાં ત્રણેય ભાઈ બહેન ખૂબ જ અલગ દેખાતા હતા પરંતુ મોટા થયા પછી લાઈફ-સ્ટાઈલ ની સાથે સાથે તેમની રહેણી કહેણી પણ બદલી ગઈ. આજે જોઈએ મુકેશ અંબાણીના ત્રણેય બાળકો ની નાનપણ ની તસ્વીરો.
લગ્નનાં ઘણાં વર્ષો પછી પણ નીતા અંબાણી માતા બની શક્યા ન હતા. જોકે પછી તેમણે IVF ની મદદથી બે બાળકોને જન્મ આપ્યો. મુકેશ અને નીતા અંબાણી ના લગ્ન 1985 માં થયા હતા. તેમના ત્રણ બાળકો છે જેનું નામ આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. આકાશ અને ઈશા જુડવા ભાઇ બહેન છે. જેમનો જન્મ આઈવીએફ ની મદદથી થયો છે. તે બંનેના લગ્ન થઈ ગયા છે. પરંતુ આનંદ અંબાણીના લગ્ન હજી બાકી છે.
વાયરલ થઇ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે બે બાળકો રમી રહ્યા છે. એક ઇશા અંબાણી છે અને બીજું આકાશ અંબાણી છે. જોકે આ તસવીર જોઈને તમે અંદાજો લગાવી શકો કે આકાશ કોણ છે અને ઈશા કોણ છે.
આ સિવાય ઇશા અંબાણીની એક તસવીર તેના દાદા એટલે કે ધીરુભાઈ અંબાણી સાથે પણ છે. આ તસવીર માટે ખુરશી ની પાછળ ઉભી છે અને સ્માઇલ કરી રહી છે. જોકે તેની સ્માઈલ આજે પણ એટલી જ ક્યુટ છે. આ ઉપરાંત અન્ય એક તસવીર પણ છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેના ત્રણેય બાળકો જોવા મળે છે.
આ સિવાય ઈશા અને આકાશની એ તસવીર પણ સામે આવી છે જેમાં બંને ભાઈ-બહેન બેડ પર સુતા જોવા મળે છે. તે બંને એકસરખાં કપડાં પહેરેલા છે. આ સિવાય ઈશા, આનંદ અને આનંદ અંબાણીની એક તસવીર પણ સામે આવી છે જે ત્યારની છે જ્યારે તેમના લગ્ન થયા ન હતા. આ તસવીરમાં અંબાણી પરિવાર એકસરખાં કપડાં પહેરેલો જોવા મળે છે.
આ સિવાય એક તસવીર એ પણ છે જેમાં મુકેશ અંબાણી તેના ત્રણે બાળકો અને નીતા અંબાણી કોકિલાબેન અંબાણી સાથે જોવા મળે છે. એક તસવીરે પણ વાયરલ થઇ છે જેમાં અંબાણી પરિવાર જોવા મળે છે. આ તસવીરમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ના બાળકો પણ છે. આ ફેમિલી ફોટો ખૂબ જ સુંદર છે અને દરેકના ચહેરા પર સ્માઇલ જોવા મળે છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.