સચિન તેંડુલકરની લાડકી કરાવી રહી છે મોડલિંગ…!, જુઓ ગ્લેમરસ ફોટા અને વીડિયો

ક્રિકેટની દુનિયામાં સચિન તેંડુલકરનું નામ શાનથી લેવામાં આવે છે. સચિને તેના કરિયરમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવા શક્ય નથી. સચિનને ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. સચિન સાથે તેનો પરિવાર પણ ખૂબ ચર્ચામાં રહે છે. ખાસ કરીને સારા તેંડુલકર. સચિનની લાડકી સારા મોટી થઈ ગઈ છે અને તે ખુબ જ સુંદર દેખાય છે. અને હવે સારાએ મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે.
સારાએ તેના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક કંપનીના કપડા માટે મોડલિંગ કરતી જોવા મળી રહી છે. સારાની સાથે બે અન્ય મોડલ પણ છે જેની ઓળખ બનિયા સંધૂ અને તાન્યા શ્રાપ તરીકે થાય છે. સારાને લોન્ચ કરતાં કંપનીએ આ ફોટો પોસ્ટ કર્યા છે.
વીડિયો શેર થયાની સાથે જ વાયરલ પણ થયો છે. આ વીડિયોને 69 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. સારાએ વીડિયોમાં શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. સચિન અને અંજલિ તેંડુલકરની દીકરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય વ્યક્તિઓમાંથી એક છે.
જણાવી દઈએ કે સારાનો મોટાભાગનો સમય લંડનમાં પસાર થયો છે તેણે ત્યાં જ સ્નાતક પૂર્ણ કર્યું છે. આ વીડિયો જોઈ લોકો સારાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. સારા માટે તેની મંમી તેની બેસ્ટ ફ્રેન્ડ છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચર્ચાઓ જોર પકડ્યું છે કે સારા બોલિવૂડમાં એન્ટ્રી કરશે. પરંતુ પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
View this post on Instagram
સચિને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સારા અને અર્જુન જે પણ ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છે તેમાં જઈ શકે છે. તે બાળકોને પુરી આઝાદી આપે છે. જો કે અર્જુન ક્રિકેટમાંમાં એક્ટિવ છે પરંતુ સારા અત્યાર સુધી અભ્યાસમાં જ વ્યસ્ત હતી. પરંતુ ત્યારે અચાનક તેને મોડલ તરીકે જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.
સારા અલી ખાનના ઈંસ્ટાગ્રામ પર ફોલોવર્સ 1.2 મિલિયનથી વધારે છે. સારા બિંદાસ્ત જવાબ આપવાની આદત માટે પણ જાણીતી છે. થોડા દિવસ પહેલા એક યુઝરે સારાને કહ્યું હતું કે, તું અમીર બાદની લાડકી દીકરી છે અને તે બાપના પૈસે એશ કરે છે. જેના પર સારાએ કહી દીધું હતું કે, પૈસા કૈફીન પર બરબાદ થાય તે પહેલા પૈસાનો આ ઉપયોગ ઉત્તમ છે. તેને પૈસાની બરબાદી ન કહી શકાય.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.