મંદિરમાં મહિલાએ લગાવ્યા ઠુમકા અને શરુ થયો મોટો વિવાદ…, જુઓ ડાન્સનો વાયરલ થયેલો વીડિયો

આજના યુવાનોમાં સોશિયલ મીડિયામાં ચમકી જવાનો ભારે ક્રેઝ જોવા મળે છે, લોકો પોતાના ફોલોવર્સ વધારવા માટે અને પ્રખ્યાત થવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. તેનું મોટું નામ થાય તે માટે ચિત્ર વિચિત્ર કામ પણ કરે છે. પરંતુ ક્યારેક ફોલોવર્સ વધારવા માટે કરેલા આ કામ ભારે પણ પડી જાય છે અને વિવાદનું કારણ પણ બની જાય છે.
આવા કારનામા કરનાર લોકોને પછી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. આવું જ કંઈક તાજેરમાં થયું છે. ધાર્મિક સ્થળને લઈને લોકો ભાવુક હોય છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિ ધાર્મિક સ્થળે ન કરવાના કામ કરે તો લોકોની લાગણી દુભાઈ જાય છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી દેવસ્થાનોએ જતા લોકોમાં વીડિયો બનાવવું ઘેલું જોવા મળે છે. આવા જ એક વીડિયોના કારણે વિવાદ સર્જાયો છે.
યુવક અને યુવતીઓ મંદિરને પણ છોડતા નથી. કેટલાક તો વીડિયો બનાવવા માટે મંદિરમાં એવા અશ્લીલ ગીતો પર ડાંસ કરે છે કે જેના કારણે મંદિરની ગરીમા પણ જોખમાય છે. હાલમાં આવો જ એક વિવાદ સર્જાયો છે જેમાં ઉજ્જૈનના મંદિરમાં એક મહિલાએ ડાન્સ કર્યો છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ડાન્સ કરનાર મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મહિલાએ તેના વીડિયો માટે માફી પણ માંગી છે પરંતુ વિવાદ તેનાથી શાંત થયો નહીં. તેણે મંદિરમાં ફિલ્મી ગીત પર ડાંસ કર્યો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી દીધો જે વાયરલ થઈ ગયો.
उज्जैन विश्वप्रसिद्ध श्री महाकालेश्वर ज्योतिर्लिंग मंदिर में डांस का वीडियो शूट करने वाली महिला के विरुद्ध अपराध क्र. 712/2021 धारा 188.292 IPC के तहत अपराध पंजीबद्ध कर कार्रवाई की गई #इतनी_बेशर्मी_लाते_कहां_से_हो. #ujjain #case #712/2021 #188.292 pic.twitter.com/TCiIGHL27P
— Vaibhav patel (@pvaibhav1615) October 12, 2021
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. સૌથી પહેલા તો આ વીડિયો પર મહાકાલ મંદિરના પુજારીએ જ આપત્તિ વ્યક્ત કરી અને પુજારીઓ દ્વારા મહિલાઓના પ્રવેશ પર જ રોક લગાવી દેવાની વાત કરવામાં આવી. મહિલાનો ભારે વિરોધ થતા અંતે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની માફી માંગી તેમ છતાં મહાકાલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
प्रदेश में धार्मिक स्थानों पर वीडियो बनाकर धार्मिक भावनाओं से खिलवाड़ करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी।#Ujjain में महाकालेश्वर मंदिर परिसर में महिला के वीडियो बनाने की घटना पर एसपी उज्जैन को महिला के खिलाफ #FIR दर्ज कर कड़ी कार्रवाई करने के निर्देश दिए गए है। pic.twitter.com/SzF5au4RYj
— Dr Narottam Mishra (@drnarottammisra) October 11, 2021
વાયરલ વીડિયોમાં મહિલા ફિલ્મ ચોરી ચોરી ચુપકે ચુપકીના ગીત રગ રગમાં ઈસ તરાહ તુ સમાને લગા… ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. તે ઓમકારેશ્વર મંદિરના પીલર્સની પાસે ઊભી રહી ડાંસ કરે છે. આ વીડિયો પર ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.