કાર ચલાવતા ચલાવતા-અચાનક મહિલા થઈ ગઈ બેભાન…, એક વ્યક્તિએ જીવના જોખમે બચાવ્યો મહિલાનો જીવ…

કાર ચલાવતા ચલાવતા-અચાનક મહિલા થઈ ગઈ બેભાન…, એક વ્યક્તિએ જીવના જોખમે બચાવ્યો મહિલાનો જીવ…

કહેવાય છે ને કે જીવનનનો કોઈ ભરોસો નથી. ક્યારે શું થઈ જાય તે કહી શકાતું નથી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જ જુઓને. આ વીડિયોમાં એક મહિલા કાર ચલાવી રહી છે અને અચાનક બેભાન થઈ જાય છે. આ મહિલા બેભાન થઈ જાય છે પરંતુ તે જે કારમાં સવાર છે તે પુરપાટ ઝડપે રોડ પર દોડી રહી હોય છે. કાર બેકાબૂ થઈને હાઈવે પર જતી હોય અને લાગે છે કે ક્યાંક કાર અથડાશે અને અકસ્માત થઈ જશે.

પરંતુ ત્યાં જ એક વ્યક્તિ દેવદૂત બનીને આવે છે અને મહિલાનો જીવ બચાવી લે છે. મહિલાનો જીવ બચાવવા માટે તે વ્યક્તિ એવું કંઈક કરે છે જેને જોઈ લોકો તે વ્યક્તિના વખાણ કરતા થાકતા નથી.

આ ઘટના નેધરલેમડના નનસ્પીટની છે સ્થાનીક મીડિયા અનુસાર મહિલા કાર ચલાવતી વખતે કારમાં બેભાન થઈ ગઈ હતી અને કાર પરથી તેણે કંટ્રોલ ગુમાવી દીધો હતો. કાર હાઈવે પર આમથી તેમ ભાગી રહી હતી. થોડીવારમાં કાર હાઈવે પર થોડી નીચે પણ ઉતરી જાય છે. તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ જોવા મળે છે. તે જોવે છે કે કારની અંદર મહિલા બેભાન છે અને કાર બેકાબૂ થઈ ગઈ છે.

આ વ્યક્તિએ બુદ્ધિ વાપરી અને તેણે પણ પોતાની કારને સ્પીડમાં હંકારી. ત્યારબાદ તેણે હોશિયારી દાખવી અને પોતાની કારને મહિલાની કારની આગળ લઈ લીધી જેથી મહિલાની કારની સ્પીડ ઘટી ગઈ. આ રીતે ધીરે ધીરે કરી તેણે કારને અટકાવી. જો કે આમ કરવાથી તે વ્યક્તિની કારનો પાછળનો ભાગ અને મહિલાની કારનો આગળનો ભાગ ડેમેજ તો થયો પરંતુ આ વ્યક્તિએ મહિલાના જીવની સામે તે વાતને ગણકારી નહીં.

કાર અટકી ગઈ ત્યારે તે વ્યક્તિ બહાર આવી અને તેણે મહિલાને કારમાંથી કાઢી હોસ્પિટલ પહોંચાડી. મહિલાનો જીવ જેણે બચાવ્યો તેનું નામ હેનરી ટેમરમૈન હતું. તેણે મીડિયાને જણાવ્યું કે જ્યારે તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં આ દ્રશ્ય જોયું હતું. ત્યારે તેણે નક્કી કરી લીધું કે તે આ મહિલાનો જીવ બચાવશે.

આ આખી ઘટનાને આ બંને કારની પાછળ આવતી એક કારમાં સવાર વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો મહિલાનો જીવ બચાવનારના ખૂબ વખાણ કરી રહ્યા છે.

કેટલાક લોકોએ લખ્યું છે કે, પોતાનો જીવ અને કાર બંને જોખમમાં મુકી આ વ્યક્તિએ બીજાની મદદ કરી… તેને સલામ છે. બીજાએ લખ્યું છે આ વ્યક્તિએ ચતુરાઈ સાથે મહિલાનો જીવ બચાવ્યો. આ સ્થિતિમાં તુરંત અને યોગ્ય નિર્ણય લીધો છે તેણે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM