હર હર મહાદેવ.., મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર રાજ્યની એકમાત્ર સુવર્ણજડિત મહાદેવની 111 ફૂટની પ્રતિમા ના કરો દર્શન,ભૂંકપ કે વાવાઝોડું આવે તો પણ મૂર્તિને જરાક પણ આંચ ના આવે…

હર હર મહાદેવ.., મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર રાજ્યની એકમાત્ર સુવર્ણજડિત મહાદેવની 111 ફૂટની પ્રતિમા ના કરો દર્શન,ભૂંકપ કે વાવાઝોડું આવે તો પણ મૂર્તિને જરાક પણ આંચ ના આવે…

ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં સુરસાગર તળાવની વચ્ચે 111 ફૂટની ઉંચી સર્વેશ્વર મહાદેવ ની પ્રતિમા સુવર્ણજડિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો મહાશિવરાત્રીના આજના દિવસે પ્રતિમાના કપડા નું આવરણ દૂર કરવામાં આવ્યું છે જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીના

રોજ મતલબ કે આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.આપને જણાવી દઈએ કે ભોળાનાથની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે લગભગ 17.5 કિલો સોનુ વાપરવામાં આવ્યું છે અને સુવર્ણ  જડીત  શિવજીની પ્રતિમાનો અદભુત આકાશી નજારો

ડ્રોન કેમેરામાં કેદ થવા પામ્યો હતો.આપને જણાવી દઈએ કે સુવર્ણ જડિત કરતા પૂર્વ તાંબાનું આવરણ ચઢાવવાની કામગીરી કરવામાં આવી હતી અને તાંબાનું આવરણ ચડાવાઈ ગયા બાદ સોનાનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. જેમાં સોનાના બિસ્કીટ ને વરખમાં રૂપાંતરિત કરી પ્રતિમાને સુવર્ણ જડીત કરવામાં આવી છે.

મિત્રો મહત્વનું છે કે શિવજીની પ્રતિમાને સવારના જડિત કરવા માટે અમેરિકાના સ્થાયી ડોક્ટર કિરણ પટેલ અને દેશ વિદેશના અનેક દાતાઓ દ્વારા 111 ફૂટની ઊંચી મહાદેવની પ્રતિમા પર અંદાજે 12 કરોડ રૂપિયાનું ખર્ચ પહોંચી વળવા ઉધાર હાથે દાન આપ્યું છે અને આજરોજ સંધ્યાના સમયે

આ મૂર્તિનું અનાવરણ થવાનું છે. આપને આ 111 ફૂટની ઉંચી પ્રતિમાની ખાસિયત વિશે જણાવવામાં આવે તો વાવાઝોડું કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઇપણ દિશામાં 8 થી 10 ઇંચ જુકે તો પણ તેને કોઈ આંચના આવે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM