ગુજરાતની આ જગ્યા પર માં મોગલ હાજરા હજુર છે, અખંડ જ્યોત માત્ર દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે…

ગુજરાતની આ જગ્યા પર માં મોગલ હાજરા હજુર છે, અખંડ જ્યોત માત્ર દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે…

આપણા ગુજરાતની ધરતી ઉપર ધર્મના અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. એટલું જ નહીં ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે અને જ્યાં ઘણા બધા દેવતાઓએ વાસ કર્યો છે. મંદિરમાં દેવી દેવતાઓ હાજર હોવાથી ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે અને ભક્તો પોતાની ભાવ અને શ્રદ્ધા દ્વારા પોતાના ઇષ્ટદેવ પાસે મનોકામના રાખતા હોય છે. તેમાં ઘણા ભક્તો પોતે માનેલી માનતા પણ પૂરી કરવા માટે મંદિરે આવતા હોય છે.

ભક્તો પણ દેવી-દેવતાઓને ખૂબ શ્રદ્ધાથી અને આસ્થાથી માને છે. તેવામાં આજે આપણે મા મોગલના એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં માં મોગલ હાજરા હજુર છે. ગુજરાતની અંદર આવેલા અમદાવાદ ની અંદર બ્રાહ્મણ પરિવારના આંગણે હાજરાહજૂર બિરાજમાન મા મોગલ થયા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મા મોગલ ના પરચા અપરંપાર છે અને માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ના દરેક દુખ-દર્દ અને દરેક મનોકામનાઓ પૂરી થાય છે.

અમદાવાદમાં આવેલા મા મોગલ ધામ ખાતે ભક્તોની મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભીડ જોવા મળે છે. માં મોગલના આશીર્વાદ માત્રથી હસતા મોઢે તેમના દરેક ભક્તો ઘરે પહોંચે છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માં મોગલ ઉપર શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ રાખવાથી રોમેન્ટિક માં મોગલ અચૂક પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનની અંદર દુઃખ-દર્દ આવે છે ત્યારે મોગલ ને યાદ કરે છે

કેટલાક ભક્તો માં મોગલ ની માનતા પણ રાખે છે અને તેના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તેની દરેક મનોકામના પૂરી પણ કરે છે. મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. ભક્ત પણ ખૂબ જ શ્રદ્ધાથી મા મોગલ ના મંદિરે આવીને માથું નમાવતા હોય છે. એક વાત કરીએ તો મા મોગલ નો પવિત્ર વાર એટલે કે મંગળવાર ના દિવસે ભક્તોને ખૂબ જ મોટી માત્રામાં ભીડ જોવા મળે છે અને કહેવાઈ રહ્યું છે કે મા મોગલ ના મંદિરે એક પણ રૂપિયાનું દાન કરવામાં આવતું નથી, માં મોગલ ના ધામ ની અંદર કોઈપણ દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

જો માં મોગલ ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માં મોગલ ઉપર ક્યારેય પણ પોતાના ભક્તને દુઃખી જોઇ શકતાં નથી અને કહેવાઈ રહ્યું છે કે જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM