લોલીપોપ વાળા ગીત પર દાદીમાંએ લગાવ્યા જોરદાર ઠુમકા…, દાદી નો ડાન્સ જોઈ નોરા ફતેહી પણ શરમાઈ જાય, જુઓ video

લોલીપોપ વાળા ગીત પર દાદીમાંએ લગાવ્યા જોરદાર ઠુમકા…, દાદી નો ડાન્સ જોઈ નોરા ફતેહી પણ શરમાઈ જાય, જુઓ video

જીવનને માણવા અને શોખ પુરા કરવા તેમજ શોખને અન્ય સામે રજૂ કરવામાં ઉંમર બાધા બનતી નથી. બાળક હોય કે કોઈ વડિલ બધાને પોતાની મરજી પ્રમાણે જીવન જીવવાનો હક છે. તેમાં પણ વાત મૂડ ફ્રેશ કરવાની આવે તો ડાંસથી ઉત્તમ શું હોય શકે. ડાંસ એવી વસ્તુ છે જે મૂડને ફ્રેશ કરવામાં મદદ કરે છે. સાથે જ તેને જોનારને પણ મજા આવે છે. આજે તમને એક દાદીનો ભોજપુર ગીત પર શાનદાર ડાંસ દેખાડવા જઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયા પર છાશવારે ડાંસ વીડિયો વાયરલ થતા રહે છે. આ દિવસોમાં ઈંટરનેટ પર એક દાદીનો ડાંસ ચર્ચાનો વિષય બન્યો છે. આ દાદી એક ફેમિલી ફંકશનમાં ડાંસ કરતી જોવા મળે છે. દાદી આ દરમિયાન એટલો સારો ડાંસ કરે છે કે આખા ફંકશનમાં બસ એ જ છવાઈ જાય છે. તેમને ડાંસ કરતા જોઈ ત્યાં હાજર લોકો પણ ઠુમકા લગાવવા લાગે છે.

ભોજપુરી ગીત લોકો વચ્ચે ખુબ પ્રખ્યાત હોય છે જ્યારે તે વાગે છે ત્યારે પગ નાચવા લાગે છે. તેમાં પણ ભોજપુરી ગીત લોલીપોપ લાગેલૂની તો વાત જ શું કરવી. આ ગીત તો થોડું વધારે જ પ્રખ્યાત છે. આ ગીત પર ડાંસ કરવાની મજા જ અલગ છે. આ ગીત લગ્નમાં વાગે એટલે લોકો આપમેળે ડાંસ કરવા લાગે છે. આ દાદીના વીડિયોમાં પણ આવું જ કંઈક થાય છે. આ ભોજપુરી ગીત પર દાદી ફુલ એનર્જી સાથે ડાન્સ કરે છે. દાદીને આ રીતે ડાંસ કરતા જોઈ ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે.

રસપ્રદ વાત એ છે કે દાદી જ્યારે સ્ટેજ પર ડાંસ કરી રહી હોય છે ત્યારે તે એકલી હતી. પરંતુ દાદીનો ડાંસ જોઈને બધા જ લોકોને મન થઈ જાય છે ડાંસ કરવાનું અને ત્યારબાદ ઘણી મહિલાઓ સ્ટેજ પર આવી જાય છે ઠુમકા લગાવવા. આ કારણે ત્યાં હાજર બધા લોકો દાદીનો ડાંસ એન્જોય કરવા લાગે છે.

આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 39 હજાર લાઈક્સ આ વીડિયોને મળી ચુકી છે. લોકો દાદીના વખાણ કરતાં પણ થાકતા નથી. કેટલાક યૂઝરે લખ્યું છે કે દાદીએ કમાલ કરી દીધી, બીજાએ લખ્યું છે દાદી મારાથી પણ સારો ડાન્સ કરે છે. કોઈએ દાદી તમે બેસ્ટ છો તેવું લખ્યું છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Gujarati Masti TEAM