લાંબી સૂંઢવાળા હાથી થયા રોમેન્ટીક…, જોવો કેવી રીતે કરે છે એક બીજા ને કિસ.., જુઓ આ વાયરલ વીડિયોમાં

લાંબી સૂંઢવાળા હાથી થયા રોમેન્ટીક…, જોવો કેવી રીતે કરે છે એક બીજા ને કિસ.., જુઓ આ વાયરલ વીડિયોમાં

સોશિયલ મીડિયા પર શેર થયા બાદ વાયરલ થતા વીડિયોમાં સૌથી વધુ વીડિયો હોય છે પ્રાણીઓના. લોકોને કુતરા, બિલાડી, વાંદરા, હાથી જેવા પ્રાણીના ફની વીડિયો જોવા ખૂબ ગમે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે આવા વીડિયો સામે આવી જાય તો મૂડ પણ બરાબર થઈ જાય છે. જો તમને પણ હાથીના વીડિયો જોવા ગમતા હોય તો તમને આજે એક જોરદાર વીડિયો દેખાડીએ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે તેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો લોકોને ખૂબ ગમી રહ્યો છે. આજ સુધી તમે હાથીના ફની વીડિયો તો જોયા હશે પરંતુ તમે ક્યારેય હાથીને રોમેન્ટીક થતા જોયા છે ?

ન જોયા હોય તો આ વીડિયોમાં તમને હાથી રોમેન્ટીક થતા જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી એકબીજા સાથે રોમેન્ટીક થાય છે અને એકબીજાને કિસ કરે છે. જો કે લાંબી સુંઢ ધરાવતા હાથી કિસ કેવી રીતે કરે તે જોવામાં સૌથી વધુ લોકોને રસ પડ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેલ્ડ્રીક વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેમાં લખવામાં આવ્યું છે. એલિફન્ટ કિસિસ… આ વીડિયો ઓક્ટોબર મહિનામાં શેર કરવામાં આવ્યો હતો. પરંતુ આજ સુધી તે વાયરલ વીડિયો તરીકે ચર્ચામાં છે. આ વીડિયોને હજારો વ્યુ મળ્યા છે અને અનેક લોકોએ તેને રીટ્વીટ કર્યો છે. મહત્વનું છે કે શેલ્ડ્રીક વાઈલ્ડ લાઈફ એક ટ્ર્સ્ટ છે જે કેન્યા સ્થિત સંસ્થા છે. આ સંસ્થા અનાથ હાથીઓના બાળકોને બચાવવા, તેનો પુનર્વસવાટ કરવા અને મુક્તિ માટે કામ કરે છે.

આ વીડિયોમાં હાથી એકદમ ક્યૂટ લાગે છે. તેના પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે થોડો પ્રેમ મારા માટે પણ બચાવી રાખો, અન્ય એકે લખ્યું છે દુનિયાનું સૌથી સુંદર દ્રશ્ય જે મે આજ સુધી જોયું ન હતું.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM