કિડનીની તકલીફ હોય અને પેશાબ ઉતરવામાં પીડા થતી હોય…, તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

કિડનીની તકલીફ હોય અને પેશાબ ઉતરવામાં પીડા થતી હોય…, તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

જે લોકોને કિડનીની તકલીફ હોય કે કિડની સંબંધિત કોઇ રોગ હોય તો તેમના માટે જરૂરી હોય છે કે તેમને યોગ્ય માત્રામાં પેશાબ ઉતરે. જો દિવસ દરમિયાન પેશાબ બરાબર ન થાય તો શરીરમાં ઝેરી તત્વો શરીરમાં જમા થવા લાગે છે જેના કારણે દર્દી માટે ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. ઘણી વખત શરીરમાંથી આ તત્વોને બહાર કાઢવા માટે ડાયાલિસીસ કરાવવું પડે છે. પહેલાના સમયમાં આ કોઈ મોટી સમસ્યા ન હતી આયુર્વેદ વિશે જાણતા નિષ્ણાંતો દર્દીને મુત્ર બરાબર આવે તેવી દવા બનાવી આપતા હતા, જેના કારણે શરીરનું તંત્ર સહેલાઈથી ચાલતું પરંતુ વર્તમાન સમયમાં આયુર્વેદના આવા નિષ્ણાંતો રહ્યા નથી જેના કારણે દવાની મદદ લેવી પડે છે.

આજના સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ નું ચલણ વધ્યું છે પરંતુ જુઓ કિડની ખરાબ થવાનું મૂળ શું છે તે જાણ્યા વિના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની પણ ખરાબ થઈ શકે છે. તેથી સારા વૈદ કે ડોક્ટર હોય તો તે એ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરે કે જેનાથી દર્દીની હાલત બગડતી હોય છે.

જોકે આ સમસ્યામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે. આ ઉપચાર કરવાથી પેશાબ બરાબર ઉતરે છે. નીચે જણાવેલા નુસખા તમે શરીરમાં સોજા આવી ગયા હોય, ફેફસામાં પાણી ભરાયું હોય, પેશાબ ઉતરતો ન હોય કે ઓછો ઉતરતો હોય ત્યારે કરી શકો છો.

જો પેશાબ ઉતરતો ન હોય તો રાઈને વાટીને કમર પર લગાવી દેવી તેનાથી પેશાબ થઈ જશે પરંતુ જો તેને લગાડવાથી જાડા થઈ જતાં હોય તો આ નુસખો નો અજમાવવો. દર્દીને જો પેશાબ ન આવતો હોય તો દર્દીના પેડુ ઉપર કલમી સોરો નું પાણીમાં પલાળેલું કપડું મૂકવું. તેના માટે બે તોલા કલમી ને વાટી તેના પાણીમાં કપડાંને પલાળી રાખવું. ત્યારબાદ આ કપડાને નાભિની નીચે મૂકી દેવું. જો એક કલાકની અંદર પેશાબ ન થાય તો ફરી વખત કપડાને પાણીમાં પલાળીને ત્યાં મૂકી દેવું.

કેસુડાના ફૂલ અને કલમી સોરા બંનેને બે તોલા લઈને પાણી સાથે પીસીને પેસ્ટ જેવું બનાવી લો. આ પેસ્ટને દર્દીના પેડુ ઉપર લગાવી દો અડધો કલાકમાં જ પેશાબ આવી જશે જો આવું ન થાય તો ફરીથી આ લેપ લગાવવો. ફ્લાલેન નાના ટુકડાને ગરમ પાણીમાં ડુબાડી તેની ઉપર તારપીન તેલ ટપકા વો ત્યારબાદ તેના વડે કમરની બંને તરફ શેર કરો તેનાથી તુરંત પેશાબ થઈ જશે.

ગોખરુના બી, કાકડીના બી, જવાસા આ ત્રણે વસ્તુ ને અઢી તોલા લઈને રાબ બનાવી લેવી. આ રાબ ને દર્દી ને પીવડાવી દેવાથી પેશાબ ઉતરે છે. ઉંદરની મીંગની માં થોડો કલમી સોરો પેરવું હવે તેની પેસ્ટ બનાવીને તેને પેડુની ઉપર ઘાટા લેપ તરીકે લગાવી દો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM